શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પર કાર ખીણમાં પડતાં જુઓ કેટલાના થયા મોત
રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો : વરસાદને કારણે બચાવ કામગીરીમાં અડચણ
જમ્મુ કાશ્મીરના શ્રીનગર હાઈવે પર રામબન જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એક SUV કાર લપસીને ઊંડી ખીણમાં પડી હતી અને તેમાં ૧૦ના મોત થયા હતા તેવી માહિતી અધિકારીઓએ આપી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, કાર શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહી હતી અને રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં લગભગ 1:15 વાગ્યે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદ વચ્ચે દસ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મૃતકોમાં જમ્મુના અંબ ગરોટા ગામના 47 વર્ષીય કાર ડ્રાઈવર બલવાન સિંહ અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભૈરગાંગનો સમાવેશ થાય છે.