તમામ ક્લિનિક અને હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત
- ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈમાં સુધારો થશે
- ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલનું નિવેદન
- ચેરિટેબલ ટ્રસ્ટ કે NGOના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા
ગુજરાતમાં અત્યાર સુધી ૫૦ કે તેથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજીયાત હતું પરંતુ હવે તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે તેવું ગુજરાતના એડવોકેટ જનરલે કોર્ટમાં કહ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યભરમાં ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાની નાની હોસ્પિટલો અને ક્લિનિકનું રજીસ્ટ્રેશન ફરજિયાત થઇ જશે.
અમદાવાદના માંડલ અંધાપાકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈમાં સુધારો થશે. આ સાથે એમ પણ કહ્યું હતું કે, ચેરિટેબલ ટ્રસ્ટ કે NGOના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા છે.
માંડલ અંધાપાકાંડને લઈ હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી થઈ હતી. આ સુનાવણી વખતે એડવોકેટ જનરલે કહ્યું કે, અત્યાર સુધી 50 કે તેનાથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હતું પણ હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ સાથે ઉમેર્યું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈમાં સુધારો થશે અને ચેરિટેબલ ટ્રસ્ટ કે NGOના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા પણ વિચારણા ચાલી રહી છે.
નોંધનિય છે કે, માંડલ અંધાપાકાંડમાં વધુ 2 દર્દીએ આંખમાં ઓપરેશન બાદ ઈન્ફેક્શન થતા આંખની દ્રષ્ટી ગુમાવી છે. અમદાવાદની અસારવા ખાતે સરકારી આંખની હોસ્પિટલમાં હાલ 10 દર્દી સારવાર પર છે. આ બધાની વચ્ચે હવે માંડલના અંધાપાકાંડમાં ટ્રસ્ટી અને તબીબ સહિત 11 સામે ફરિયાદ નોંધાઈ છે. સરકારે બનાવેલી સમિતિએ તપાસ પૂર્ણ કર્યા બાદ કાર્યવાહી કરાઇ છે.