શ્રીકૃષ્ણ જન્મભૂમિ અંગે હાઇકોર્ટે ચુકાદામાં શું કહ્યું ?
- કેવી રીતે થઈ હિન્દુ પક્ષની જીત ?
- કેટલી અરજીઓ થઈ હતી ?
ઈલાહાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. વાત એમ છે કે ‘ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન’ સહિત 7 લોકોએ વકીલ દ્વારા ઈલાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં ASI સર્વેની માંગ કરવામાં આવી હતી.
વધુમાં વાત કરીએ તો અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા સંકેતો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું.
મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ કેસ અંગે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે સર્વે કરવાની મંજૂરી આપી છે. એક તરફ કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. બીજી તરફ ઈદગાહ કમિટી અને વક્ફ બોર્ડની દલીલોને કોર્ટે ફગાવી દીધી છે.
સર્વેમાં શું શું થશે?
હિન્દુ પક્ષની અરજી પર હાઈકોર્ટે શાહી ઈદગાહ સંકુલના ASI સર્વે અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. અગાઉ વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલનો સર્વે પણ એડવોકેટ કમિશનરની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો. શાહી ઇદગાહ કેસમાં પણ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી થવી જોઇએ તેવી હિન્દુ પક્ષ તરફથી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત શાહી ઈદગાહમાં તે તથ્યોની પણ તપાસ કરવામાં આવશે જેમાં હિન્દુ પક્ષે મસ્જિદમાં ઘણા હિન્દુ પ્રતીક હોવાનો અને મસ્જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવાનો દાવો કર્યો છે.
વિષ્ણુ જૈને કહ્યું કે 1669માં ઔરંગજેબે આદેશ આપ્યો હતો આ જગ્યા પર હિન્દુ મંદિર તોડી નાખવામાં આવે. જે બાદ આ જગ્યા પર શાહી ઈદગાહ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એમને આગળ કહ્યું કે જે રીતે જ્ઞાનવાપીમાં ઘણા તથ્યો સામે આવ્યા હતા એવી જ રીતે મથુરામાં એડવોકેટ કમિશનર સર્વે બાયદ ઘણા તથ્યો સામે આવશે.
