Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટ્રેન્ડિંગ

'રાજકોટ ક્રાઈમ રિપોર્ટ' ૧ વર્ષમાં ૩૩ હત્યા, ખૂનના ૩૭ પ્રયાસ: ૯૩ મહિલા-બાળકીની લૂંટાઈ ‘આબરૂ’

Tue, December 31 2024

૨૦૨૪નું આખું વર્ષ ‘ધગધગતું' જ રહ્યું...

કિંમતી મત્તા, વાહન, મોબાઈલ, પરચુરણ સહિત ચોરીના ૪૮૧ બનાવ: ૧૯૬ સ્થળે બેફામ મારામારી, અકસ્માતમાં ૧૫૧ લોકોએ ગુમાવ્યા જીવ

૮૦થી વધુ અપહરણ તો લૂંટના ૧૪ બનાવ પેટા: હત્યા માટે થોરાળા ઉપરાંત યુનિવર્સિટી અને આજીડેમ પોલીસ મથક રહ્યા સૌથી ‘ગરમ’

૨૦૨૪નું વર્ષ પૂર્ણ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે એક વર્ષ દરમિયાન રાજકોટમાં અનેક એવી ઘટનાઓ બની છે જે કદાચ ધારીએ તો પણ ભૂલી શકીએ તેમ નથી. નાનામવામાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ રાજકોટની અત્યાર સુધીની સૌથી ગોઝારી ઘટના ગણી શકાય. આ સિવાય ક્રાઈમની દૃષ્ટિએ પણ રંગીલું રાજકોટ આખું વર્ષ ધગધગતું' રહેવા પામ્યું હતું.વોઈસ ઓફ ડે’ દ્વારા વર્ષના અંતિમ દિવસે મતલબ કે ૩૧ ડિસેમ્બરે રાજકોટ ક્રાઈમ રિપોર્ટ' રજૂ કરવામાં આવ્યો છે જેમાં ગુનાખોરી કેટલી રહેવા પામી છે તેની આંકડાકીય માહિતી પ્રસ્તુત છે. આ પ્રમાણે જોવા જઈએ તો રાજકોટમાં એક વર્ષની અંદર ૩૩ લોકોની હત્યા થવા પામી હતી. જ્યારે ૩૭ બનાવ હત્યાના પ્રયાસના પોલીસ ચોપડે નોંધાયા હતા. એક બાજુ સરકાર ગુજરાતમાં મહિલાઓ-બાળકીઓસુરક્ષિત’ હોવાના બણગા ફૂંકી રહી છે ત્યારે બીજી બાજુ વાસ્તવિક્તા કંઈક ઔર જ બયાન કરી રહી હોય તેમ રાજકોટની અંદર દર મહિને દુષ્કર્મના આઠ બનાવ નોંધાવા પામ્યા છે. પોલીસ પાસેથી મળેલી સત્તાવાર વિગત પ્રમાણે ૨૦૨૪ના વર્ષમાં ૯૩ મહિલા તેમજ બાળકીની આબરૂ લૂંટાઈ હતી !!


પોલીસને સૌથી વધુ દોડાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે તસ્કરો અને લૂંટારાઓએ કર્યું હતું. એક વર્ષની અંદર અલગ-અલગ પોલીસ મથકમાં કિંમતી માલસામાન, રોકડ ઉપરાંત વાહન, મોબાઈલ તેમજ પરચુરણ સામાનની ચોરી થવા પામી હતી તો ૧૪ સ્થળે લૂંટના બનાવ બન્યા હતા. ભલે પોલીસ આ પૈકીના અનેક ગુના ઉકેલવામાં સફળ થઈ હોય પરંતુ જે પ્રકારના આંકડા છે તે જોતાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે તસ્કરો-લૂંટારાઓને પોલીસનો કોઈ જ ખૌફ રહ્યો નથી.


આ જ રીતે અપહરણના બનાવ પણ ચિંતાજનક રહેવા પામ્યા હોય તેવી રીતે ૮૦થી વધુ ગુના પોલીસ ચોપડે નોંધાયા હતા. હત્યાના બનાવ માટેની વાત કરવામાં આવે તો આજીડેમ, યુનિવર્સિટી અને થોરાળા પોલીસ મથક આ મુદ્દે સૌથી `ગરમ’ રહ્યા હતા.

પોલીસ કમિશનર, અધિક પો.કમિશનર, ડીસીપી ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પીઆઈની રાતોરાત બદલી

રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને ડીસીપી સુધીર દેસાઈની રાતોરાત બદલીનો હુકમ સરકાર દ્વારા કરવામાં આવતાં પોલીસ વિભાગ સ્તબ્ધ બની ગયો હતો. આ ત્રણેય અધિકારીઓને ઘણા સમય સુધી પોસ્ટીંગ વગર રાખ્યા બાદ થોડા મહિના અગાઉ જ પોસ્ટીંગ અપાયું હતું. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજાની રાતોરાત થયેલી બદલી પણ ચર્ચામાં રહી હતી. આ બદલી અચાનક શા માટે કરવામાં આવી તે રહસ્ય હજુ પણ અકબંધ છે.

પોલીસ પણ રહી એક નહીં અનેક વિવાદમાં…


૨૦૨૪ના વર્ષમાં રાજકોટ પોલીસના નામે અનેક ડાઘ લાગ્યા હતા. સૌથી પહેલાં વાત કરીએ તો ગેઈમ ઝોન અગ્નિકાંડમાં બેદરકારી રાખવા બદલ પીઆઈ વી.આર.પટેલ તેમજ એન.વાય.રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફરજમાં લાપરવાહી, પૈસાની લેતીદેતી સહિતના વિવાદાસ્પદ કારણોસર અનેક કોન્સ્ટેબલની આંતરિક તેમજ જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. માલવિયાનગર પોલીસ મથકમાં આરોપીને માર માર્યા બાદ ઘેર જઈને થયેલા મૃત્યુને કારણે એએસઆઈ અશ્વિન કાનગડ સામે નોંધાયેલો ગુનો પણ ખાસ્સો ચર્ચિત રહ્યો હતો. આ ઉપરાંત પોલીસ મથક ઉપર કંટ્રોલ નહીં રાખી શકનારા અનેક પીઆઈને બદલવાનો હુકમ પણ ચર્ચાની એરણે ચડ્યો હતો.

એસીબીએ કર્યા ૩૦થી વધુ ‘શિકાર'

એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)નું નામ પડે એટલે ભ્રષ્ટ કર્મચારી-અધિકારીના હાજા ગગડી જતાં હોય છે ત્યારે રાજકોટ એસીબી માટે ૨૦૨૪નું વર્ષ એકદમ સફળ રહ્યું હોય તેમ ૩૦થી વધુશિકાર’ કરીને ડંકો વગાડી દીધો હતો. એસીબીની સૌથી ચર્ચિત ટે્રપ મહાપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને લઈને રહી હતી. મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં જ એસીબીએ છટકું કોઠવીને મારૂને પકડી પાડ્યો હતો. આ ઉપરાંત રેસકોર્સ રિંગરોડ પર મુંબઈના માટુંગાના પીઆઈ પાગર વતી ૧૦ લાખની લાંચ લેતાં વચેટિયાનો પકડ્યો તે ટે્રપે પણ આખા ગુજરાતમાં ચર્ચા જગાવી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલની સાતથી વધુ રેડ…!

અત્યારે ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી ગુનેગારો તો ઠીક પરંતુ ખુદ પોલીસ કર્મચારીઓ પણ ફફડી રહ્યા છે ત્યારે સોમવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એરપોર્ટ પોલીસ મથકની હદમાંથી જુગારધામ પકડવા ઉપરાંત ૨૦૨૪ના વર્ષ દરમિયાન રાજકોટ શહેરમાં સાતથી વધુ રેડ પાડી સ્થાનિક પોલીસની બેદરકારીને છતી કરી દીધી હતી. એસએમસી દ્વારા જુગારધામ, દારૂની હેરાફેરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિ પકડવામાં આવી હતી.

૫૦૦થી વધુ લોકોએ કર્યો આપઘાત

આ વર્ષે રાજકોટમાં ૫૦૦થી વધુ લોકોએ આપઘાત કર્યો હોવાની સત્તાવાર વિગતો સાંપડી છે. આ આંકડો ઘણો જ મોટો અને ચિંતાજનક હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. આપઘાત પાછળ સૌથી મોટું કારણ જો કોઈ હોય તો તે આર્થિક તંગી રહ્યું હતું. આ ઉપરાંત ગૃહકંકાસ, ભણતરનો ભાર તેમજ પ્રેમમાં મળેલો દગો પણ મૃત્યુ સુધી માણસને દોરી ગયો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ૨૦૨૫ના વર્ષમાં આ આંકડો સાવ શૂન્ય થઈ જાય તેવી કામના કરવી ઘટે…

ગેઈમ ઝોન અગ્નિકાંડના પીડિતો હજુ ન્યાયની રાહમાં…


ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ ૨૫મેએ સર્જાયો હતો. આ ઘટનાને સાત મહિના વીતી ગયા છતાં હજુ સુધી પીડિતોએ જેવી ધારણા કરી હતી તેનો ન્યાય મળી શક્યો નથી. આ ઘટના બાદ જેટલા સરકારી અધિકારીઓની બદલી કરાઈ તેઓ અત્યારે ફરી ફરજ પર ચડી ગયા છે જ્યારે સસ્પેન્ડ થયેલા હજુ ઘેરબેઠા અડધો પગાર મેળવી રહ્યા છે. આ ઘટના એટલી ગોઝારી હતી કે એક સમયે આરોપીઓને કડકમાં કડક સજા મળશે તેવું લાગી રહ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ જ ગતિ આ કેસમાં આવવા પામી નથી.

નવા વર્ષે લોકોને પોલીસ પાસે શું અપેક્ષા ?

  • તોછડાઈપૂર્વક જવાબ આપવાની જગ્યાએ શાંતિપૂર્વક સમજણ અપાય
  • નાની હોય કે મોટી ફરિયાદ તુરંત લેવાય
  • બનાવ બને અને પોલીસ મથક અથવા કંટ્રોલરૂમમાં ફોન જાય એટલે બને એટલી ઝડપથી સ્થળ પર પહોંચાય
  • ખાસ કરીને ટ્રાફિક પોલીસ-વોર્ડન દ્વારા દંડ ઉઘરાવાની સાથે ટ્રાફિક નિયમન પર ધ્યાન અપાય
  • અરજદારો સાથે સમયસર મુલાકાત કરી તેમની રજૂઆત સંભળાય
  • વ્યાજખોરો સામે કડક હાથે કામ લેવાય
  • બિન્દાસ્તપણે દારૂનું વેચાણ કરતાં બૂટલેગરો સામે આકરી કાર્યવાહી થાય
  • ઉચ્ચ અધિકારીઓ માત્ર ચેમ્બરમાં જ ન બેસી રહે, બલ્કે ફિલ્ડમાં પણ નીકળે
  • લોકોને પોલીસ મથકનું પગથીયું ચડતાં ડર ન લાગે તેવો માહોલ ઉભો થાય
  • અન્ય શહેરોની માફક `પોલીસ પ્રજાનો મિત્ર છે’નું સૂત્ર સાર્થક થાય…

Share Article

Other Articles

Previous

Year Ender 2024 : ચૂંટણી અને IPO નું વર્ષ એટલે 2024નું વર્ષ,ISROએ કરી કમાલ, રમતગમતમાં ખેલાડીઓનો જાદુ ; વાંચો રસપ્રદ રીકેપ

Next

યુપીના મુરાદાબાદમાં મળ્યું 44 વર્ષથી બંધ ગૌરીશંકર મંદિર : ખોદકામ દરમિયાન શિવલિંગ નીકળ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ક્રિકેટર રીન્કુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજે કરી સગાઈ : જાણો કપલમાંથી કોણ છે વધુ અમિર? કેટલી છે સંપતિ
14 કલાક પહેલા
સુરતમાં મોડલનો ગળાફાંસો ખાઈ આપઘાત : અંતિમ રિલમાં લખ્યું આજે તે અહેસાસ કરાવી દીધો કે…!! વાંચો સમગ્ર ઘટના
15 કલાક પહેલા
India A vs England Lions : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ક્યા 4 ખેલાડીને મળશે તક, જાણો સંભવિત પ્લેઇંગ-11
15 કલાક પહેલા
રાજકોટમાં બંગાળી શેઠની બર્બરતા : બાળમજૂરની પૂંઠે સળીયો ખોસતા મૂત્ર માર્ગ થયો બંધ, સિવિલમાં સારવાર હેઠળ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2167 Posts

Related Posts

GPSCની વર્ગ 2ની પ્રાથમિક કસોટીની તારીખ જાહેર, વાંચો સિલેબસની વિગત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કાલાવડ રોડ પર નકલંક હોટલ પાસે મેગીના ધંધાર્થી અને ગ્રાહક વચ્ચે છરીઓ ઉડી
ક્રાઇમ
7 મહિના પહેલા
વિકસિત ગુજરાત @2047ના ધ્યેય માટે નીતિ નિર્માણમાં સહયોગ આપશે 12 સમિતિઓ, જુઓ લિસ્ટ
ગુજરાત
2 સપ્તાહs પહેલા
૨૦૨૩-૨૪ના નાણાંકીય વર્ષમાં લોકો’અચ્છે દિન’ની રાહ જોતા રહ્યા પણ બહુ ફેર પડ્યો નહી..વાંચો મોંઘવારી ક્યાં પહોંચી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર