વિરાણી હાઇસ્કૂલની જમીન નવી અને અવિભાજ્ય શરતની પ્રાંત અધિકારીનો ચુકાદો
વિરાણી હાઇસ્કૂલમાં ડિસ્કો દાંડિયા, બોક્સ ક્રિકેટ અને રાત્રિબજાર નહીં ચાલે
જમીનના પ્રકાર
સી: સત્તાપ્રકારની જમીનમાં લેન્ડ રેવન્યુ કોડ કલમ-૪૮ હેઠળ સરકારને મહેસુલ ભરવાને પાત્ર જમીન.
જી: સત્તાપ્રકારની જમીન સરકારી માલિકીની જમીનો ગણાય છે.
કે-૫: સત્તાપ્રકારની જમીન એટલે નવી અને અવિભાજય પ્રકારની મહેસુલ ભરવાને પાત્ર જમીન.
રાજકોટ શહેરની મધ્યમાં આવેલ વિરાણી હાઈસ્કૂલને સરકારે ફાળવેલી જમીનમાં શરતચુકથી સીટી સર્વે કચેરીએ વર્ષ ૨૦૨૦મા સતા પ્રકાર બદલી સી પ્રકાર કરી નાખી ટાગોર રોડ પહોળો કરવામાં હાઈસ્કૂલની જમીન કપાતમાં ગયા બાદ સમગ્ર વિવાદ સામે આવતા મામલો હાઇકોર્ટમાં ગયા બાદ કેસ રિમાન્ડ થતા રાજકોટ સીટી પ્રાંત -૧ ડો.ચાંદની પરમારે ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપી વિરાણી હાઉસ્કૂલની જમીનના પડેલી નોંધનો પ્રકાર સી ને બદલે કે – ૫ એટલે જે નવી અને અવિભાજ્ય શરતની નિયંત્રિત પ્રકારની ઠેરવી છે જેથી હવે આ જમીન ભાડે દેવા કે નફો કરવાની પ્રવૃત્તિ ઉપર રોક લગાવી છે જેને પગલે અત્યાર સુધી અહીં ચાલતા બોક્સ ક્રિકેટ, ખાણીપીણીની રાત્રી બજાર અને ડિસ્કો દાંડિયા જેવા આયોજન સામે પ્રશ્નાર્થ ખડા થશે.
વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટને ફાળવેલી જમીન વિવાદની વિગતો જોઈએ તો રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા વર્ષ ૧૯૫૧માં વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટને રાજકોટના સર્વે નંબર ૪૨૭ પૈકીની ૪૯,૭૨૦ ચોરસવાર જમીન શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલ હતી. જે જમીન અંગે ખેતી સીવાયના ખેતી વગરના કામ માટે ઉપયોગમાં લીધેલી જેનો આકાર બદલી સનદ ઈસ્યુ કરવામાં આવેલ હતી અને જમીનનો કોઇપણ ભાગ ભાડે આપી શકાશે નહી તેમજ નફો મેળવી શકાશે નહી ” તે મુજબનો ઉલ્લેખ ફાળવણી હુકમમાં થયેલ હતો. આ રીતે નિયંત્રિત શરતવાળી જમીન હોવા છતાં વર્ષ ૨૦૨૦મા સીટી સર્વે કચેરીએ વિરાણી હાઈસ્કૂલની જમીન અંગે મિલકત કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલ છે જે મિલકત કાર્ડમાં જમીનનો સીટી સરવે નં.૨૬૫૦ અને ક્ષેત્રફળ ચો.મી. ૪૧૫૨૩-૩૬ અને લાગુ પડતા સતા પ્રકારના બદલે શરતચુકથી સતાપ્રકાર-સી દર્શાવેલ. જમીનના ધારણકર્તા તરીકે શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને દર્શાવેલ છે.
વધુમાં વિરાણી હાઈસ્કૂલની આ જમીનમાં સીટી સર્વે કચેરી દ્વારા જમીનમાં કોઈ સક્ષમ સતાધિકારીની યોગ્ય હુકમ કે મંજુરી સિવાય વિભાગીય હિસ્સા માપણી કરીને અલગ અલગ મિલકત કાર્ડ ઇસ્યુ કરેલ છે. જે પ્રથમ દર્શનીય રીતે ક્ષતિ યુકત હોવાનું જણાતા નોંધ રદ કરવા સી.સ.કચેરી દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ હતી અને સવાલવાળી જમીન બાબતે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ શામજી વેલજી વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલ જઈઅ ગઘ.૧૦૫૭૩/૨૦૨૩ ઉકત પિટિશનમાં પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૧ને સામાવાળા નં.૨ તરીકે જોડવામાં આવેલ હતા. જેમાં પિટિશનનાં કામે તા.૨૦/૦૭/૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ ઈઘખખઘગ ઘછઅક ઘછઉઊછ પેરા નં. ૫ ની વિગતે પિટિશનર ટ્રસ્ટને દસ્તાવેજી પુરાવાઓ તથા લેખિત રજૂઆતો સાથે હાજર રહેવા હુકમ કરવામાં આવેલ તેમજ પિટિશનર ટ્રસ્ટને સુનાવણીની તક આપી કાયદાની જોગવાઈઓ અનુસાર ગુણદોષ આધારિત નિર્ણય લેવા હુકમ કરવામાં આવેલ હતો. વધુમાં આ ચકચારી કેસમાં સીટી સર્વે કચેરીની મુખ્યત્વે રજુઆત હતી કે, રાજકોટના વોર્ડ નં.૧૫/૧ સી.સ.નં. ૨૬૫૦માં ઈન્કવાયરી અધિકારી રાજકોટના ઠરાવથી શામજી વેલજી વિરાણી સ્કુલના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઢેબરભાઈ યુ.એન, દુર્લભભાઈ શામજીભાઈ વિરાણી, જયંતિલાલ છગનલાલ વિરાણી વગેરે ને આ જમીન અસલ રે.સ.નં. ૪૨૭ પૈકીની કલેકટર રાજકોટના હુકમ નં.લેન્ડ-૨/૧૧૯૮/તા.૨૧/૦૫/૧૯૫૬ થી નમુના નં.”એન”માં જમીનના વિ.ધારો જમીન મહેસુલ તરીકે રાખી તા.૦૧/૦૪/૫૦ થી ૩૧/૦૩/૧૯૮૦ સુધી રૂ.૬૬-૧૨-૮ ભરવાની શરતે અને બીજી શરતો જેઓ જમીનનો કોઇપણ ભાગ ભાડે આપી શકશે નહી તેમજ કોઇપણ જાતનો નફો મેળવી શકશે નહિ. તે શરતે બીનખેતીમાં ફેરવી આપેલ હતી. આ જમીનની હકક ચોકસી સમયે રે.સ.નં.૪૨૭ પૈકી સી.સ.નં. ૨૬૫૦ ચો.મી. ૪૧૫૨૩-૩૬ થી શામજીભાઈ વેલજીભાઈ વિરાણી ટ્રસ્ટને ઠરાવીને સતાપ્રકાર “સી” આપવામાં આવેલ છે જે સત્તા પ્રકાર”સી” આપવામાં આવેલ જે ક્ષતિ (ભુલ ભરેલ) શરતચૂકથી અપાયેલ હોય તેમ જણાય છે. જે સત્તાપ્રકાર સુધારો કરવાનો થાય છે. સાથે જ જિલ્લા કલેકટર કચેરી, રાજકોટના પત્રનં. લેન્ડ/બીનખેતી/ફા.નં. ૧૦૨૮/વશી-૬૦૯/૧૩ તા.૦૮/૦૮/૨૦૧૩ થી ટાગોર માર્ગ પહોળો કરવાના કામે શામજી વેલજી વિરાણી ટ્રસ્ટની કપાત થતી જમીનનું વળતર ચુકવવા અંગે કમિશ્નર રાજકોટ મહાનગર પાલીકા રાજકોટને સંબોધીને પત્ર લખેલછે. જેની નકલ પણ સીટી સર્વે સુપ્રીનેંડેન્ટને આપવામાં આવેલ અને પત્ર આધારે સીટી સર્વે કચેરીએ સરકાર તથા રસ્તા પૈકી કપાત જમીનનું ક્ષેત્રફળ નક્કી કરી સદરહું સી.સ.નં. ૨૬૫૦ની વિભાગ માપણી કરી અલગ હિસ્સા કરી પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવેલ હતા.
બીજી તરફ સીટી સર્વે કચેરીની ભૂલને કારણે સરકારે ફાળવેલ જમીનમાં સતા પ્રકાર બદલાઈ જવાના આ કેસમાં રાજકોટ સીટી પ્રાંત -૧ અધિકારી ડો.ચાંદની પરમારે તા.૦૩/૦૨/૨૦૨૦ ની નોટીશ અંશત: સાબિત માની રાજકોટ શહેરના રે.સ.નં.૪૨૭ સી.સ.વોર્ડ નં.૧૫ સી.સ.નં.૨૬૫૦ માં દાખલ કરવામાં આવેલ નોંઘ નં. ૫૯૯૦ માં ઉલ્લેખાયેલ વિભાગીય હિસ્સા માપણી મુજબની રસ્તા પૈકીની સી.સ.નં.૨૬૫૦/૪, સી.સ.નં.૨૬૫૦/૫ તથા સી.સ.નં.૨૬૫૦/૬ જમીનનો સતા પ્રકાર “જી” કાયમ રાખવા તથા બાકી રહેતી જમીન મૂળ હુકમની શરત મુજબ “જમીનનો કોઈપણ ભાગ ભાડે આપી શકાશે નહી તેમજ કોઇપણ જાતનો નફો મેળવી શકાશે નહીં” તે નિયંત્રિત શરતો ધ્યાને લેતા સી.સ.નં.૨૬૫૦/૧, સી.સ.નં.૨૬૫૦/૨ તથા સી.સ.નં.૨૬૫૦/૩ ની જમીનનો સતા પ્રકાર “કે-૫” એટલે કે નવી અને અવિભાજ્ય પ્રકાર આપવા હુકમ કર્યો છે.
પરસોતમ પીપળિયાની અપીલ રિજેક્ટ છતાં લડતમાં વિજય થયો
રાજકોટની વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વકીલ એવા પરસોત્તમભાઈ ભૂરાભાઈ પીપળીયાએ વિરાણી હાઈસ્કૂલના ઐતિહાસિક વારસાને બચાવવા અને ટ્રસ્ટની જમીન અન્યોના નામે હસ્તાંતરણ અટકાવવા પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી હતી જો કે, વિરાણી હાઈસ્કૂલના આ કેસમાં નોંધ નંબર ૫૯૯૦ સામે વાંધો લેવાની અપીલ રિજેક્ટ કરવામાં આવી હતી. સોમવારે પ્રાંત અધિકારીએ આપેલ ચુકાદામાં જણાવ્યું હતું કે, વિરાણી સ્કુલના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ વતી અપીલ દાખલ કરેલ છે. જેથી જાહેર હિતની સુનાવણી અત્રેના કાર્યક્ષેત્ર હેઠળ આવતી ન હોવાથી અરજદાર પ્રાથમિક દ્રષ્ટિએ લોકસ સ્ટેન્ડી હોવાનું જણાતું નથી. જો કે, સમાન પ્રકારે અપીલ, રીવીઝન કેસમાં નિર્ણય આપયો છે જેમાં અરજદાર તેનું સંજ્ઞાન લઈ શકે છે.જેથી અરજદાર પરસોતમ પીપળીયાની અપીલ અરજી “નામંજુર” કરવામાં આવી હતી. જો કે, કાયદે આઝમ તરીકે જાણીતા પરસોતમ પીપળીયાની અરજી રિજેક્ટ થવા છતાં વિરાણી હાઈસ્કૂલના રિવિઝન કેસમાં પ્રાંત અધિકારીએ જમીનનો સતા પ્રકાર બદલી નાખતા પરસોતમ
પીપળીયાનો આડકતરો વિજય થયો છે.