વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે લાલ કિલ્લા ઉપરથી વિકસિત ભારતનો મંત્ર આપશે
- દિલ્હીમાં ૭૮મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું રીહર્સલ સંપન્ન : આ વખતની થીમ ‘ વિકસિત ભારત ‘ છે : ચાર હાજર ખાસ મહેમાનો સહિત ૧૮ હજાર લોકોને આમંત્રણ
૧૫ ઓગસ્ટને ગુરુવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત લાલ કિલ્લા ઉપરથી દેશને સંબોધન કરશે અને નવી નવી જાહેરાતો કરશે. સ્વતંત્રતા પર્વ નિમિત્તે અહી યોજાનારા કાર્યક્રમોનું ગ્રાન્ડ રીહર્સલ સંપન્ન થયું છે અને તેમાં સેનાના જવાનો ઉપરાંત વાયુસેનાએ પણ પોતાની તાકાત બતાવી હતી. આ કાર્યક્રમ માટે યુવા, મહિલાઓ અને આદિવાસી મળીને કુલ ૪ હજાર જેટલા ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય ૧૫૦ મહિલા સરપંચને પણ બોલાવવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો રોડ મેપ જણાવી શકે છે. આ સૂત્રોએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીનું લાલ કિલ્લા પરનું ભાષણ ઐતિહાસિક બનવાનું છે. નરેન્દ્ર મોદીની આ સતત ત્રીજી ઈનિંગ છે અને અગિયારમું ભાષણ હશે. આ ભાષણમાં પીએમ મોદી તેમની ત્રીજી ઇનિંગની શરૂઆતમાં દેશની સામે સરકારની પ્રાથમિકતાઓ રજૂ કરી શકે છે અને ભારતને વિકસિત દેશ બનાવવાનો રોડ મેપ પણ જણાવી શકે છે.
ખેડૂત, યુવા અને મહિલા મહેમાનોને આમંત્રિત કરવાની જવાબદારી કૃષિ અને ખેડૂત કલ્યાણ, યુવા બાબતો, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને મહેમાનોની યાદી તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ, આદિજાતિ બાબતો, શિક્ષણ અને સંરક્ષણ મંત્રાલયોને પણ મહેમાનોની યાદી તૈયાર કરવામાં સામેલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ વખતે આમંત્રિત મહેમાનોની યાદી પણ નીતિ આયોગને આપવામાં આવી છે. સ્વતંત્રતા દિવસના અવસરે ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ભારતીય ખેલાડીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે, તેમને આમંત્રણ આપવામાં આવ્યા છે.
આ ઐતિહાસિક કાર્યક્રમમાં એકંદરે અઢાર હજારથી વધુ લોકો હાજર રહેશે અને પીએમ મોદીની વિશેષ સૂચનાઓ પર તમામ સહયોગીઓ અને તમામ નેતાઓ પણ આ સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ ઐતિહાસિક સ્વરૂપ ધારણ કરી શકે છે. વિપક્ષને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.