રાજ્યમાં ગરમીથી આંશિક રાહત, બે દિવસ બાદ તાપમાનમાં ફરી કેટલા ડિગ્રીનો વધારો થશે..જુઓ
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીમાં ઘટાડો નોંધાયો છે. તેમજ મોટાભાગનાં શહેરોમાં તાપમાન ઘટ્યું છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં રાહત મળી હતી. રાજ્યમાં વલ્લભ વિદ્યાનગર સૌથી વધુ તાપમાન 39.7 ડિગ્રી નોંધાયું હતું. હજી બે દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે. બે દિવસ બાદ 3 ડિગ્રી જેટલું તાપમાન વધતા ગરમીમાં વધારો થશે.
ત્રણ દિવસમાં 4.6 ડિગ્રી પારો ગગડ્યો
રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ગગડતા લોકોએ રાહત અનુભવી હતી. અમદાવાદ શહેરમાં ત્રણ દિવસમાં 4.6 ડિગ્રી પારો ગગડ્યો હતો. શનિવારે મહત્તમ તાપમાન 27.6 ડિગ્રી નોંધાયું હતું.
તાપમાનનો પારો ગગડતા લોકોએ રાહત અનુભવી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યભરમાં તાપમાનનો પારો ઉંચકાશે અને 26 મી સુધીમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી જશે. હવામાન વિભાગ દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે. તેમજ ગુજરાતમાં ત્રણ દિવસ અગાઉ કાળઝાળ ગરમીનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હવે તાપમાનનો પારો ગગડતા તેમજ ઠંડો પવન ફૂંકાતા લોકોએ રાહત અનુભવી હતી.