Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

આજથી સંસદની ગાડી પાટે ચડશે

Tue, December 3 2024

એક અઠવાડિયા સુધી હો હા-ગોકીરો અને લાખ્ખો રૂપિયાના આંધણ બાદ

સ્પીકર સાથેની બેઠકમાં સંસદમાં મડાગાંઠને
ખતમ કરવા સરકાર અને વિપક્ષ એક થયા

૧૩ અને ૧૪મીએ બંધારણ પર ચર્ચા કરવા સર્વસંમતિ બની: મોદી પણ બોલશે

વોઇસ ઓફ ડે । નવી દિલ્હી
સંસદના શિયાળુ સત્રનું પહેલું અઠવાડિયુ હોબાળા વચ્ચે પસાર થઇ ગયા બાદ હવે ગાડી પાટે ચડે તેવા સંજોગો ઉભા થયા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સોમવારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં બધા પક્ષો બંધારણ પર ચર્ચા કરવા પણ સંમત થયા છે. મળતી માહિતી મુજબ આ મુદ્દા પર ૧૩ અને ૧૪ નવેમ્બરે લોકસભામાં અને ૧૬-૧૭ નવેમ્બરે રાજ્યસભામાં ચર્ચા થશે.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બંધારણ અંગે લોકસભામાં વક્તવ્ય આપશે. આમ તો કોંગ્રેસે સત્રની શરૂઆત થઇ ત્યારથી અદાણી મામલે હોબાળો ચાલુ કર્યો હતો પરંતુ ઇન્ડિયા ગઠબંધનનાં સાથીપક્ષો આ મામલાથી દુર રહ્યા હતા અને કોંગ્રેસ એકલી પડી ગઈ હતી. સંસદના શિયાળુ સત્રની શરૂઆતથી, વિપક્ષ તેના તમામ મુદ્દાઓને લઈને હોબાળો મચાવી રહ્યો છે, જ્યારે તેનો આરોપ છે કે શાસક પક્ષ દ્વારા તેમની માંગણીઓ ન સ્વીકારવાને કારણે સંસદની કાર્યવાહી સુચારૂ રીતે ચાલી રહી નથી. જેના કારણે સંસદના છ મહત્વના દિવસો હંગામામાં ખોવાઈ ગયા. આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ આ અંગે તમામ પક્ષો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ટીડીપીના લવુ શ્રી કૃષ્ણ દેવરાયાલુ, કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈ, ડીએમકે સાંસદ ટીઆર બાલુ, એનસીપી-એસપી સાંસદ સુપ્રિયા સુલે, સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, જેડી(યુ)ના દિલેશ્વર કામૈત, આરજેડીના અભય કુશવાહ, ટીએમસીના સાંસદ કલ્યાણ બાલુ, શિવસેના (યુબીટી) ના અરવિદ સાવંત અને સીપીઆઇ (એમ)ના રાધાકૃષ્ણન એ હાજરી આપી હતી.
આ બેઠકમાં મડાગાંઠનો અંત લાવવાની સાથે સરકાર અને વિપક્ષ બંધારણ પર ચર્ચા કરવા પણ સંમત થયા હતા. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુના જણાવ્યા અનુસાર, આ મુદ્દા પર ૧૩ અને ૧૪ નવેમ્બરે લોકસભામાં અને ૧૬-૧૭ નવેમ્બરે રાજ્યસભામાં ચર્ચા થશે. તેમણે મંગળવારથી સંસદનું કામકાજ સુચારૂ થવાની આશા વ્યક્ત કરી હતી.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સમાજવાદી પાર્ટીને પણ લોકસભામાં સંભલનો મુદ્દો ઉઠાવવાની મંજૂરી આપવામાં આવી શકે છે અને તૃણમૂલ કોંગ્રેસને બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓને ઉઠાવવાની મંજૂરી આપવામાં આવી શકે છે. જ્યારે અદાણી મુદ્દા પર કોઈ ચોક્કસ ચર્ચા થવાની શક્યતા ઓછી છે, રીજીજુએ કહ્યું હતું કે વિપક્ષી સભ્યો અન્ય ચર્ચાઓ દરમિયાન તેના વિશે વાત કરી શકે છે. કોંગ્રેસ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને કંપનીના અન્ય અધિકારીઓ પર લાંચ અને છેતરપિડીના આરોપમાં યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા આરોપ મૂકવાનો મુદ્દો સતત ઉઠાવી રહી છે.
સંભલ હિસા અને મણિપુર અશાંતિ જેવા મુદ્દાઓ પર વિપક્ષના જોરદાર વિરોધને કારણે ૨૫ નવેમ્બરથી શરૂ થયેલા શિયાળુ સત્ર બાદથી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સતત સ્થગિત કરવામાં આવી રહી છે. જો કે, કેટલાક અન્ય વિપક્ષી પક્ષો, ખાસ કરીને ટીએમસીએ અદાણી વિવાદને પ્રાધાન્ય આપ્યું નથી અને સંસદ દ્વારા ભંડોળની ફાળવણીમાં બેરોજગારી, મોંઘવારી અને વિપક્ષ શાસિત રાજ્યો સામે કથિત ભેદભાવ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે.

Share Article

Other Articles

Previous

નરગીસ ફખરીની બહેનની ધરપકડ : એકસ બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડને સળગાવીને મારી નાખવાનો આરોપ

Next

મુખ્યમંત્રીઓ હંમેશા ટેન્શનમાં રહે છે કે ક્યાંક ખુરશી ન છોડવી પડે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
અમારા વિઝનને જોઈને જનતાએ અમને મત આપ્યા…બિહારમાં NDAની જીત બાદ PM મોદીએ ટ્વિટ કરીને જનતાનો આભાર માન્યો
3 કલાક પહેલા
બેડરૂમમાં સૂતેલા પ્રૌઢને જગાડી 22 ફડાકા ઝીંક્યા, કાનનો પડદો ફાટ્યો! રાજકોટના યુનિવર્સિટી રોડ પરની ઘટના
3 કલાક પહેલા
પ્રશાંત કિશોરને ચૂંટણી જંગમાં ઝંપલાવવાનું ભારે પડ્યું: જન સૂરાજ પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું,જાણો અન્ય પક્ષોની સ્થિતિ
3 કલાક પહેલા
NDA માટે ‘રવીન્દ્ર જાડેજા’ સાબિત થયા ચિરાગ પાસવાન : બિહાર ચૂંટણીમાં ફિનિશરની ભૂમિકા ભજવી!
3 કલાક પહેલા
Categories

નેશનલ

2651 Posts

Related Posts

અમદાવાદમાં ધો.3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત : બાળકીને છાતીમાં દુખાવો થતાં ચેર પર બેઠી અને ઢળી પડી
ગુજરાત
10 મહિના પહેલા
સવાર સવારમાં એસીડીટીથી પરેશાન હો તો આ છે ઉપાય
હેલ્થ
2 વર્ષ પહેલા
મુસ્લિમોને આર એસ એસની અપીલ, વાંચો શું કહ્યું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આવું તો રાજકોટમાં જ હોય : ફૂટપાથ ઉપર અને સાઇકલ વે પર સ્કૂટર તો ઠીક, કાર પણ ચલાવવાની છૂટ !! ફકત હાઇવે પર જ નહિ, શહેરના દરેક ચોકમાં બ્લેક સ્પોટ છે
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર