Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

નરેન્દ્ર મોદીની વય વંદના : ૭૦+નાં તમામને સારવાર તદન ફ્રીમાં મળશે

Tue, October 29 2024

તમામ વડીલો આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ U-Win પોર્ટલ લોન્ચ કર્યું

ધનતેરસ અને આયુર્વેદ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ નાગરિકોને ભેટ આપી તેમને વિવિધ રોગની સારવાર તદન વિનામૂલ્યે મળશે તેવી જાહેરાત કરી હતી. અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન, દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં, વડાપ્રધાન મોદીએ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન વય વંદના કાર્ડ આપ્યા હતા. આ પ્રસંગે તેમણે 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી.

તમામ વૃદ્ધોને આ યોજનાનો લાભ મળશે, પછી ભલે તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર હોય, બધાને આયુષ્માન કાર્ડ માટે પાત્ર ગણવામાં આવશે. આનો અર્થ એ થયો કે આયુષ્માન ભારત યોજનામાં વરિષ્ઠ નાગરિકોની આવક મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. જો કે, બાકીના નાગરિકો માટે આવક મર્યાદા હજુ પણ ચાલુ છે. યોજનાના લાભાર્થીઓ PMJAY હેઠળ 29,000 થી વધુ સૂચિબદ્ધ હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે.

આ યોજના દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે. માત્ર દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળના રહેવાસીઓને જ આ યોજનાનો લાભ મળતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પંજાબ અને બંગાળની સરકાર આ યોજના સાથે જોડાઈ નથી તેથી એ બે રાજ્યોના વડીલોને આ લાભ નહી આપી શકાય.

વડાપ્રધાને એક પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું. આ U-WIN પોર્ટલ Co-WIN પોર્ટલની જેમ જ કામ કરશે. તે રસીકરણ કરવાના હોય એવા બાળકોની યાદી તૈયાર કરશે અને બાળકોના માતાપિતાને મેસેજ મોકલશે, જેમાં રસીકરણની તારીખ અને નજીકના આરોગ્ય કેન્દ્રની વિગતો હશે, જ્યાંથઈ તેઓ રસી મેળવી શકશે.U-WIN પોર્ટલ દ્વારા જન્મથી 17 વર્ષ સુધીના બાળકોના રસીકરણનો કાયમી ડિજિટલ રેકોર્ડ જાળવવામાં આવશે.

વય વંદના કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી

જન આરોગ્ય યોજનાની સત્તાવાર વેબસાઇટ (https://beneficiary.nha.gov.in/) પર જાઓ.
હવે વ્યક્તિગત વિગતો આપ્યા પછી સબમિટ કરો.
આ પછી કુટુંબની વિગતો પર જાઓ અને લાગુ કરો પસંદ કરો.
હવે અરજી ફોર્મ ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
તેનો OTP માન્ય કરો અને ફોર્મ સબમિટ કરો.
છેલ્લે તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

કયા રોગો આવરી લેવામાં આવ્યા

આયુષ્માન ભારત યોજનાની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર કેન્સર, હૃદય રોગ, કિડની સંબંધિત રોગો, કોરોના, મોતિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ વગેરે જેવા ગંભીર રોગોની પણ મફતમાં સારવાર કરવામાં આવે છે.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, સરકારે ખાનગી હોસ્પિટલોમાંથી મોતિયા, સર્જિકલ ડિલિવરી અને મેલેરિયા વગેરે જેવી ઘણી સારવાર દૂર કરી છે. આ તમામ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં મફતમાં થઈ શકે છે. આ યોજના હેઠળ, રોગોની સાથે પ્રોસ્ટેટ કેન્સર, ડબલ વાલ્વ રિપ્લેસમેન્ટ, કોરોનરી આર્ટરી બાયપાસ, પલ્મોનરી વાલ્વ રિપ્લેસમેન્ટ, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ, સ્કલ બેઝ સર્જરી, ટિશ્યુ એક્સ્પાન્ડર, પીડિયાટ્રિક સર્જરી, રેડિયેશન ઓન્કોલોજી, ન્યુરોસર્જરી, એન્જીયોપ્લાસ્ટી જેવી સર્જરી પણ કરવામાં આવે છે. મફતમાં થઈ શકે છે. આ સર્જરી સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ કરી શકાય છે.

Share Article

Other Articles

Previous

અમે પણ પગભર થયાં: ‘સેતુ’ના સ્પેશિયલ બાળકો 600 માંથી 6000 કમાતા થયા

Next

મહાપાલિકાએ જાહેરાત વગર બે વોર્ડમાં ઝીંક્યો પાણીકાપ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
11 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
11 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
11 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
11 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

જય જવાન: કાશ્મીરમાં એકસાથે પાંચ આતંકીનો સફાયો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મેધા પાટકરને કોર્ટે કેટલી કરી સજા ? કયા કેસમાં ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સરકારની તિજોરી છલોછલ, જીએસટી કલેક્શન 1.72 લાખ કરોડને પાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પેરિસ ઑલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ: મનુ ભાકરે રચ્યો ઈતિહાસ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર