મુંબઈ બન્યું એશિયાનું બિલિયોનર કેપિટલ બીજિંગ કરતાં પણ વધારે અબજોપતિ
મુંબઈના ,92 અબજોપતિઓની કુલ સંપત્તિમાં એક વર્ષમાં 47 ટકાનો જંગી વધારો થયો
અબજોપતિઓની સંખ્યા બાબતે બીજિંગને મુંબઈ એ પાછળ રાખી દીધું છે.’ હુરુંન રિસર્ચ 2024 ગ્લોબલ રિચ ‘ ના જણાવ્યા મુજબ બીજીંગમાં 91 અને મુંબઈમાં 92 અબીજોપતિઓ છે. આ રીતે પ્રથમ વખત મુંબઈ એશિયાનું બિલિયોનર કેપિટલ બન્યું છે.
આ સંસ્થાના અહેવાલમાં જણાવ્યા અનુસાર જોકે કુલ અબજોપતિઓની સંખ્યામાં ચીન અને ભારત વચ્ચે મોટો તફાવત છે. ચીનમાં કુલ 814 અબજોપતિ છે તેની સામે ભારતની સંખ્યા 271 ની છે.
મુંબઈના અબજોપતિઓની કુલ સંપત્તિ 445 બિલિયન ડોલર છે. એક જ વર્ષમાં આ અબજોપતિઓની સંપત્તિમાં 47 ટકાનો વધારો નોંધાયો છે. સામા પક્ષે બિજિંગના અબજોપતિઓની કુલ સંપત્તિ 265 બિલિયન ડોલર છે. એક વર્ષમાં તેમની સંપત્તિમાં 28% નો ઘટાડો થયો છે. એક વર્ષમાં મુંબઈમાં અબજોપતિઓની સંખ્યામાં 26 નો વધારો થયો છે તો બીજિંગમાં 18 અબજોપતિ ઓછા થયા છે.
મુંબઈ બન્યું સૌથી વધુ અબજોપતિ ધરાવતું વિશ્વનું ત્રીજા નંબરનું શહેર
સમગ્ર વિશ્વમાં ન્યૂયોર્કમાં સૌથી વધારે 119 અબજોપતિ વસે છે. બીજા ક્રમે લંડનમાં અબજોપતિઓની સંખ્યા 97 ની છે. 92 અબજોપતિઓ સાથે મુંબઈ ત્રીજા અને 91 અબજોપતિ સાથે બીજી ચોથા ક્રમે છે. ગ્લોબલ રેન્કિંગ માં સૌથી વધુ શ્રીમંત લોકોની યાદીમાં મુકેશ અંબાણી 10 માં સ્થાને અને ગૌતમ અદાણી 15 મા સ્થાને છે.