ગુજરાતની ગરવી ધરતી ઉપર મોદીની મહેમાનનવાજી

જાપાનની સુઝુકી ગુજરાતમા ૩૫,૦૦૦ કરોડનુ રોકાણ કરશે
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમા ઉપસ્થિત રહેલા સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડેન્ટ તોશિહીરો સુઝુકીએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો અને ગુજરાતની પ્રગતિના વખાણ કરીને એમણે એવી જાહેરાત કરી હતી કે, મારુતિ સુઝુકી ઈન્ડિયા ગુજરાતમા પોતાની બીજી ઉત્પાદક ફેસીલીટીની સ્થાપના કરશે. સેક્નડ કાર પ્લાન્ટનુ સ્થાપન કરીને ગુજરાતમા હજારો લોકોને રોજગાર પૂરો પાડવામા આવશે. ગુજરાતમા અમે દર વર્ષે કારના ૧૦ લાખ યુનિટ પ્રોડ્યુસ કરવા માગીએ છીએ. એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કર્યા હતા અને કહ્યુ હતુ કે, અમે ગુજરાતના વિકાસમા પહેલેથી જ ભાગીદાર છીએ.
ટાટા સન્સ ગુજરાતમા નવી સેમી કડકટર ફેક્ટરી નાખશે ૨૦ ગીગા વોટ બેટરી સ્ટોરેજ ફેક્ટરી પણ સ્થાપવામા આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટતા ધરાવતા અને ગુજરાતની જમીનનો પોતાની નેનો કાર માટે ઉપયોગ કરી ચૂકેલા ટાટા ગ્રુપ દ્વારા ગુજરાતમા નવી સેમી કડકટર ફેક્ટરી સ્ટાર્ટ કરવામા આવશે તેવી જાહેરાત ટાટા સન્સના ચેરમેન ચદ્રશેખરને કરી હતી. ધોલેરામા આ પ્રકારની ફેક્ટરી સ્થાપવા અગેની ચર્ચા હવે ફાઇનલ તબક્કામા છે. સાથોસાથ એમણે એમ પણ કહ્યુ હતુ કે, મોર્ડન ટેકનોલોજીના ક્ષેત્રમા પણ સાહસ કરવા માટે કપની પ્રતિબદ્ધ છે એજ રીતે ઉત્પાદનના ક્ષેત્રમા પણ ગુજરાતમા કપની આગળ વધવા માગે છે. એમણે સાણદ ખાતેની યુનિટનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તેને મહત્વની ગણાવી હતી. આ ઉપરાત ગુજરાતમા ૨૦ ગીગા વોટ બેટરી સ્ટોરેજ ફેક્ટરી નાખવાની પણ જાહેરાત કરી હતી.

ગુજરાતમા દુનિયાનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનશે લક્ષ્મી મિતલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના પગલાની પ્રશસા કરીને આર્સેલર લક્ષ્મી મિતલે એવી જાહેરાત કરી હતી કે, ગુજરાતમા હજીરા ખાતે વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ૨૦૨૧મા વડાપ્રધાનના હસ્તે આ પ્લાન્ટનુ ઉદ્દઘાટન થયુ હતુ. આ કામ ૨૦૨૬મા પૂર્ણ થઈ જશે. અહી ૨૪ મિલિયન ટન સ્ટીલનુ ઉત્પાદન થશે જે વિશ્વનુ સૌથી વધારે ગણાશે. લક્ષ્મી મિતલે ઇવેન્ટના સસ્થાકીય માળખાની સરાહના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિઝનરી ગણાવ્યા હતા. લક્ષ્મી મિતલ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામા પણ ગુજરાત આવ્યા હતા અને તેનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
પેટીએમ ગિફ્ટ સિટીમા રૂ.૧૦૦ કરોડનુ રોકાણ કરશે
પેટીએમ બ્રાન્ડના ઓનર ફિનટેક ફર્મ વન૯૭ કોમ્યુનિકેશન દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટમા એવી જાહેરાત કરવામા આવી હતી કે, કપની દ્વારા ગિફ્ટ સિટીમા ગ્લોબલ ફાઈનાન્સિયલ ઇકો સિસ્ટમ સ્થાપવા માટે રૂ.૧૦૦ કરોડનુ રોકાણ કરવામા આવશે. કપનીના સીઇઓ વિજય શેખર શર્માએ એમ કહ્યુ હતુ કે, અમે આ માટે તબક્કાવાર રોકાણ કરીશુ અને આવશ્યક એપ્રુવલ લઈને આગળ વધશુ. ગિફ્ટ સિટી હવે વૈશ્વિક નાણાકીય વડુ મથક બનવા તરફ આગળ વધે છે ત્યારે ભારતને તે વધુ એક રીતે વર્લ્ડ મેપમા મૂકે છે. ગિફ્ટ સિટીમા વિહાત્મક રોકાણ ખૂબ મહત્વ ધરાવે છે અને વૈશ્વિક તકો ઉભી કરે છે.