Kolkata Rape-Murder Case : નશામાં ધુત્ત આરોપી સંજય રોય હવસ સંતોષવા રેડલાઈટ એરિયામાં ગયો હતો
- કોલકતા દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો
- બનાવ પહેલા આરોપી નશામાં ચકચૂર થઈ હવસ સંતોષવા રેડલાઈટ એરિયામાં ગયો હતો
- બાદમાં હોસ્પિટલે આવી નિંદ્રાધીન તબીબનો ભોગ લીધો
કોલકત્તાની આરજી કર હોસ્પિટલમાં મહિલા તબીબ પરના દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી સંજય રોય બનાવની રાત્રે રેડલાઇટ એરિયામાં ગયો હતો અને હવસ સંતોષવા બે રૂપલલનાઓની મુલાકાત લીધી હોવાનું તપાસમાં ખુલ્યું છે. તપાસની અધિકારીઓના જણાવ્યા અનુસાર નાગરિક સ્વયંસેવક તરીકે ફરજ બજાવતો આ વાસનાંધ નરાધમ આઠમી ઓગસ્ટની રાત્રે સાનાગાછી સ્થિત રેડ લાઈટ એરિયામાં ગયો હતો. ત્યાં બેફામ દારૂ પીધા પછી નશામાં ચકચૂર બનીને એક પછી એક બે રૂપલલનાઓની મુલાકાત લીધી હતી.
એ જ દિવસે આરોપીએ જાહેર માર્ગ ઉપર એક મહિલાની છેડતી કરી હતી અને અન્ય એક મહિલા પાસેથી નગ્ન તસવીરોની માગણી કરી હતી. મહિલા તબિયત ઉપર દુષ્કર્મની ઘટના બની તે પહેલા તેણે ઓપરેશન થિયેટરમાં પણ ડોકિયા કર્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
આ ઘટના અંગે તપાસને એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યા અનુસાર આરોપી બનાવની રાત્રે ચાર વાગ્યે હોસ્પિટલની ઇમરજન્સી બિલ્ડિંગમાં પ્રવેશ કરતો સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હતો અને એ સમયે તેના ગળામાં બ્લુટુથ ડિવાઇસ હતું. પણ જ્યારે તે બહાર નીકળ્યો ત્યારે એ ડિવાઇસ ગુમ હતું અને બાદમાં મૃતદેહ પાસેથી ડિવાઇસ મળી આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.આરોપીએ પોલીસની પૂછપરછ દરમિયાન ગુનો કબૂલ કરી લીધો હતો. તેણે પોર્ન વીડિયો જોયા હોવાનું પણ ખુલ્યું હતું. સંજય રોયે આપેલી કબુલાત મુજબ તે સેમિનાર હોલમાં ગયો હતો અને નિંદ્રાધીન મહિલાને નિશાન બનાવી હતી.
આરોપી રીઢો ગુનેગાર: પત્નીને માર
મારતા કસુવાવડ થઈ ગઈ હતી.
આરોપી સંજય રોય દારૂ પીવાની અને પોર્ન વીડિયો જોવાની ટેવ ધરાવે છે. તેના બીજા લગ્નની પત્ની પણ તેના અત્યાચાર નો ભોગ બની હતી. સંજય રોયના સાસુના જણાવ્યા મુજબ તેમની પુત્રીને ત્રણ મહિનાનો ગર્ભ હતો ત્યારે સંજય રોએ માર મારતા સુવાવડ થઈ ગઈ હતી અને તે અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી.
બોક્સ
તોડફોડ નો ફોટો મૂકી શકાય
તોડફોડ પ્રકરણમાં ત્રણ પોલીસ ઓફિસર સસ્પેન્ડ
દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ તોફાની ટોળાએ આરજી કર હોસ્પિટલ ઉપર હુમલો કરી ઇમરજન્સી વિભાગ તથા મેડિસિન સ્ટોરમાં ભારે તોડફોડ કરી હતી. હત્યાના બનાવ બાદ હોસ્પિટલ ઉપર કડક પોલીસ બંદોબસ્ત હતો ત્યારે પણ હુમલાની આ ઘટનાને રોકવામાં પોલીસ નિષ્ફળ જતા રાજ્ય સરકાર ઉપર માછલા ધોવાયા હતા. કોલકાતા હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલતે પણ પોલીસ હુમલાની આ ઘટનાને રોકી કેમ ન શકી? તેવો સવાલ કરી અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. બાદમાં બુધવારે બે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને એક ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલ પરના હુમલાનીઆ ઘટનાને પગલે રાજકારણ વધુ ગરમાયું હતું. ટીએમસીએ આ આ હુમલા પાછળ ભાજપ અને સીપીઆઈ નો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો તો સામા પક્ષે વિપક્ષોએ ટીએમસી ના ગુંડાઓએ ગુનાના સ્થળે સાબિતી પુરાવાનો નાશ કરવા માટે હુમલો કર્યો હોવાનો વળતો આક્ષેપ કર્યો હતો.
બોક્સ ( સંદીપ ઘોષનો ફોટો મૂકી શકાય)
પૂર્વ પ્રિન્સિપાલ ના જવાબોમાં
વિસંગતતા:પોલીગ્રાફ ટેસ્ટ કરાશે
દુષ્કર્મ અને હત્યાની ઘટનાના બીજા દિવસે રાજીનામું આપી દેનાર આરજી કર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની સીબીઆઇ ઘણા દિવસોથી પૂછપરછ કરી રહી છે. એ દરમિયાન સીબીઆઇએ કરેલા પ્રશ્નોના જવાબમાં વિસંગતતા જણાતાં સંદીપ ઘોષનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે. આ જઘન્ય ઘટનામાં સંદીપ ઘોષ ની ભૂમિકા પહેલેથી જ શંકા ના દાયરામાં છે. આ ઘટના પાછળ કોઈ ષડયંત્ર તો નહોતું ને? તે નક્કી કરવા માટે સીબીઆઇએ સંદીપ ઘોષની આકરી પૂછપરછ હાથ ધરી હતી. હત્યાના બનાવની જાણ થયા બાદ તેમની પ્રથમ પ્રતિક્રિયા શુ હતી અને ત્યારબાદ તેમણે કઈ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો તેવા સવાલો સીબીઆઇ કર્યા હતા. મૃતકના પરિવારજનોને છેક ત્રણ કલાક પછી મૃતદેહ જોવાની કેમ પરવાનગી આપવામાં આવી અને જે સ્થળે આ ઘટના બની હતી એ સેમિનાર હોલની નજીકના રૂમમાં તાબડતોબ રીનોવેશન કરવાની મંજૂરી કેમ આપવામાં આવી તેવા સવાલો પણ સીબીઆઇ કર્યા છે. તપાસનીશ સધીકારીઓના જણાવ્યા અનુસાર આ અને અન્ય મુદ્દાઓ અંગે સંદીપ ગોસે આપેલા જવાબોમાં વિસંગતતા નજરે પડતા તેમનો પોલીગ્રાફ ટેસ્ટ કરવાની અદાલત પાસે મંજૂરી માગવામાં આવી છે.
બોક્સ
સંદીપ ઘોષ બિનવારસી લાશો વેંચી
દેતો: સરકારના આંખમિચામણા
આરજી કર હોસ્પિટલનો પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અનેક પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયો હોવાનો એ હોસ્પિટલના ભૂતપૂર્વ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ અને વ્હિસ્લ બ્લોઅર અખ્તર અલીએ આક્ષેપ કર્યો હતો. પ્રસાર માધ્યમો સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં પડી રહેલી બિનવારસી લાવશો ને સંદીપ ઘોષ વેચી દેતો હતો. એટલું જ નહીં હોસ્પિટલના બાયોમેડિકલ વેસ્ટની ગેરકાયદે હેરાફેરીમાં પણ આ પૂર્વ પ્રિન્સિપાલ ની સંડોવણી હતી. સંદીપ ઘોષ બાયો મેડિકલ વેસ્ટ પોતાના સુરક્ષા કર્મચારીઓને વેચી દેતો અને બાદમાં તેની બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવતી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલો મુખ્ય આરોપી સંજય રોય ભૂતકાળમાં સંદીપ ઘોષની સુરક્ષા ટુકડીનો સભ્ય હોવાનો ધડાકો અખ્તર અલિએ કર્યો હતો. અખ્તર અલી 2023 સુધી આરજી કર હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. એ દરમિયાન તેમણે સંદીપ ઘોષની ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે સ્ટેટ વિજિલન્સ કમિશનમાં ફરિયાદ કરી હતી. તેમણે સંદીપ ઘોષ સામેના ઇન્કવાયરી કમિશનમાં પણ ફરજ બજાવી હતી. અખ્તર અલીના જણાવ્યા અનુસાર તેમણે સંદીપને દોષિત ઠેરવતો રિપોર્ટ રાજ્યના આરોગ્ય વિભાગના આપ્યો હતો. જો કે એ કૌભાંડિયા પ્રિન્સિપલ સામે કોઈ પગલાં નહોતા લેવાયા.ઉલટા નું આ ભાંડો ફોડનાર અખતર અલીની અન્ય સ્થળે બદલી કરી દેવામાં આવી હતી.
બોક્સ ( વિરોધ પ્રદર્શન ફોટો )
સુપ્રીમ કોર્ટની વિનંતી છતાં
તબીબોની હડતાલ જારી રહેશે
કોલકત્તાની ઘટના બાદ સુઓ મોટો સંજ્ઞાન લઈને સુપ્રીમ કોર્ટે દેશભરના તબીબોની સુરક્ષા સલામતી સુનિશ્ચિત કરવા માટે નેશનલ ટાસ્ક ફોર્સ ની રચના કરી હતી અને સાથે જ દેશભરના લાખો દર્દીઓના હિતને ધ્યાનમાં લઇ હડતાલનો અંત લાવવા માટે તબીબોને અપીલ કરી હતી. જો કે તબીબો નમતું જોખવાના મૂડમાં નથી. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટે દાખવેલી ચિંતા અને નેશનલ ટાસ્ક ફોર્સના ગઠન અંગે ના નિર્ણય આવકાર્યો હતો પરંતુ તેમાં સરકારી હોસ્પિટલોને ફાળવવામાં આવતા અપર્યાપ્ત ભંડોળ તેમજ તબીબોની ઓછી સંખ્યા અંગે કોઈ સમાધાન ન મળતું હોવાનું જણાવી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. દિલ્હી એઇમ્સ ના રેસીડન્ટ ડોક્ટર એસોસિએશને પણ હડતાલ ચાલુ રાખવાનો અને સાથે જ હોસ્પિટલ ની અંદર નહીં પરંતુ જંતર મંતર ખાતે ઓપીડી સેવા આપવાની જાહેરાત કરી હતી.