કેજરીવાલ આજે રાજીનામુ આપશે : અનુગામી શોધવા કવાયત
દિલ્હીના મુખ્યમંત્રી પદેથી અરવિંદ કેજરીવાલ મંગળવારે સાંજે ઉપરાજ્યપાલને મળીને રાજીનામુ આપશે. સુત્રોના જણાવ્યા અનુસાર, તેઓ ઉપરાજ્યપાલને મળીને પોતાનુ રાજીનામુ આપશે અને ત્યાર બાદ નવા મુખ્યમંત્રીની શપથવિધિ સુધી તે કાર્યકારી મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવશે.
આપના સુત્રો અનુસાર, કેજરીવાલ અને અન્યો ઉપરાજ્યપાલ પાસે વહેલી ચૂંટણીની માંગ કરતો પત્ર પણ સુપ્રત કરશે.
બીજી તરફ કેજરીવાલનાં અનુગામી નક્કી કરવા માટે આમ આદમી પાર્ટીમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે સવારે કેજરીવાલના નિવાસે એક બેઠક મળી હતી અને તેમાં મનીષ સિસોદિયા, સંજય સિંગ આતિશી સિંઘ, રાઘવ ચઢ્ઢા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંજે સંસદીય સમિતિની બેઠક પણ મળી હતી અને અનુગામીના નામ અંગે ચર્ચા થઇ હતી.