JUST THINK…પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા 33 ટકા શા માટે જરૂરી છે ??
થોડા સમય પહેલા જ ધોરણ 10 અને ધોરણ 12ના વિધાર્થીઓની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી અને આગામી દિવસોમાં તેના રિઝલ્ટ ડિકલેર કરવામાં આવશે ત્યારે શું તમને ખબર છે કે પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા 33% શા માટે જરૂરી છે? તેની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે. દેશના વિવિધ રાજ્યોમાં ધોરણ 10 અને 12ના બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે એજ્યુકેશન સિસ્ટમ મુજબ જે વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવે છે તેમને પરીક્ષામાં પાસ જાહેર કરવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે મોટાભાગની પરીક્ષાઓમાં પાસિંગ માર્કસ માત્ર 33 ટકા કેમ છે તો ચાલો જાણીયે..
શું છે 33 % માર્કસ પાછળનો ઇતિહાસ
1858માં અંગ્રેજોએ ભારતમાં પ્રથમ મેટ્રિકની પરીક્ષા લીધી હતી. તે સમયે બ્રિટનમાં ઓછામાં ઓછા 65 ટકા માર્ક્સ મેળવનારા જ પાસ થતા હતા. આ પછી પણ બ્રિટિશ સત્તાવાળાઓએ ભારતીયો માટે પાસિંગ માર્ક 33 ટકા નક્કી કર્યા હતા. હકીકતમાં, બ્રિટિશ અધિકારીઓ માનતા હતા કે ભારતીયો તેમના કરતા ઓછા ભણેલા છે. આ જ કારણ છે કે આજે પણ આપણે પાસિંગ માર્કસના સંદર્ભમાં બ્રિટન દ્વારા શરૂ કરાયેલી સિસ્ટમ ચાલુ રાખીએ છીએ.
કયા રાજ્યોમાં 33 % માર્કસથી પાસ થવાઈ છે ??
મળતી વિગતો અનુસાર ગુજરાત સહિત પંજાબ ઉતરપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિદ્યાર્થીઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવાના હોય છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEમાં વિદ્યાર્થીઓને પાસ થવા માટે માત્ર 33 ટકાની જરૂર પડે છે. કેરળ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 30 ટકા માર્ક્સ મેળવવાના હોય છે. કેરળમાં પાસિંગ માર્કસ ભારતના તમામ રાજ્યોમાં સૌથી ઓછા છે. તમને જણાવી દઈએ કે ભારત સિવાય પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ પાસિંગ માર્કસ માત્ર 33 ટકા છે.
અન્ય દેશોમાં કેટલા ટકા પાસ થવાનું છે?
માહિતી અનુસાર, જર્મન ગ્રેડિંગ સિસ્ટમ ગ્રેડ પોઈન્ટ એવરેજ (GPA) પર આધારિત છે. તે 1 થી 6 અથવા 5 પોઈન્ટ ગ્રેડિંગ સિસ્ટમ છે, જ્યાં 1- 1.5 (ભારતીય સિસ્ટમમાં 90-100%) ‘ખૂબ સારી’ છે અને 4.1- 5 (ભારતીય સિસ્ટમમાં 0-50%) ‘પર્યાપ્ત સારી નથી’ ‘ ચીનમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ 5 સ્કેલ અથવા 4 સ્કેલ ગ્રેડિંગ સિસ્ટમને અનુસરે છે. પાંચ સ્કેલ ગ્રેડિંગ સિસ્ટમમાં, 0 થી 59 ટકા સ્કોર કરનારા વિદ્યાર્થીઓને F (ફેલ) ગ્રેડ આપવામાં આવે છે. જ્યારે ચાર-સ્તરની ગ્રેડિંગ સિસ્ટમમાં, ગ્રેડ ડી દર્શાવે છે કે વિદ્યાર્થી નાપાસ થયો છે. શૂન્યથી 59 ટકાની વચ્ચે માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને ડી આપવામાં આવે છે.