ભારત ચાલાક છે, મીઠું મીઠું બોલીનેઆપણને વેતરી નાખે છે: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી નવેમ્બર માસમાં યોજાનારી ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ડેટ્રોઈટ ઇકોનોમિક ક્લબ ખાતે પોતાની આર્થિક નીતિની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે અમેરિકાથી નિકાસ થતા ઉત્પાદનો પર ભારત સૌથી વધારે ટેરીફ વસુલે છે. તેમણે પોતે સત્તા ઉપર આવે તો અમેરિકામાં આયાત થતા ભારતના ઉત્પાદનો ઉપર એટલો જ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે સામાન્ય રીતે આપણે ટેરિફ વસૂલતા નથી
પણ ચીન આપણા ઉત્પાદનો ઉપર ૨૦૦ ટકા ટેરિફ લે છે. બ્રાઝિલ પણ એવું જ કરે છે. તે પછી તેમણે કહ્યું કે ભારત સાથે આપણે ખૂબ સારા સંબંધો છે પણ એ તો અમેરિકી ઉત્પાદનો ઉપર ચીન કરતાં પણ વધારે પ્રશુલ્ક વસુલે છે. પછી તેમણે ઉમેર્યું કે ભારત આ બધું મલકતા ચહેરે કરે છે. મીઠી મીઠી વાતો કરે છે અને આપણે ભારત પાસેથી વસ્તુઓ ખરીદીએ તે બદલ આપણો આભાર માને છે.
તેમણે હેરી-ડેવિડસન કંપનીનું ઉદાહરણ આપ્યું હતું. ભારતમાં એ કંપનીના બાઈક ઉપર 150 ટકા ટેરિફ છે. કંપનીએ જ્યારે એ અંગે ભારત સરકારને રજૂઆત કરી ત્યારે ભારતે તેમને ભારતમાં જ પ્લાન્ટ શરૂ કરવાની અને તો કોઈપણ જાતના ટેરિફ ન લાદવાની દરખાસ્ત કરી હતી. તમે કહ્યું કે હવે હેરી ડેવિડસને ભારતમાં વિશાળ પ્લાન્ટ નાખ્યો છે. અન્ય દેશોની પણ આવી દરખાસ્તને કારણે એ કંપનીએ એ દેશોમાં પ્લાન્ટ શરૂ કર્યા છે અને તેની સામે અમેરિકામાં પ્લાન્ટ બંધ થઈ રહ્યા છે.
ટ્રમ્પે કહ્યું કે મારો પ્રથમ એજન્ડા ભારત સહિત તમામ દેશો સામે સમકક્ષ ટેરીફ લાદવાનો છે. અમેરિકાને ફરી એક વખત સંપત્તિવાન અને સમૃદ્ધ કરવું હોય તો એ જ કરવું પડશે તેવું તેમણે ઉમેર્યું હતું.