દેશના કયા રાજ્યમાં બરફ વર્ષા થઈ ? દિલ્હીમાં શું છે હાલત ? વાંચો
દેશના ઘણા ભાગોમાં સામાન્ય ઠંડી વચ્ચે જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસ સુધી પહોંચી ગયું છે. સોમવારે, ઝોજિલા (કારગિલ)માં -20 સે, લેહમાં -12.8 અને ગુલમર્ગમાં -9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એ જ રીતે દિલ્હીમાં પણ હવે ઠંડી અસલ મિજાજમાં આવી ગઈ છે અને સોમવારે સવારે તાપમાનનો પારો 8.2 ડિગ્રી સુધી નીચે આવી ગયો હતો. યુપી સહિતના ઉત્તરના રાજ્યોમાં પણ ઠંડી વધી ગઈ છે. લોકો ઘરોમાં પુરાયેલા દેખાય છે અને બપોરે રસ્તા પર અવરજવર દેખાય છે.
જમ્મુનું પાદર -7.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સૌથી ઠંડું હતું. જોકે, જમ્મુ શહેરમાં તાપમાન 6.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આ એવી સ્થિતિ છે જ્યારે ચિલ્લાઇ કલાનનો સમયગાળો હજુ શરૂ થયો નથી. 21મી ડિસેમ્બરથી શરૂ થશે. આ સમયે કર્ફ્યૂ જેવો માહોલ છવાઈ જાય છે. ચારેકોર બરફ સિવાય કઈ દેખાતું નથી.
હિમાચલમા હિમવર્ષા
હિમાચલ પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં રવિવારે સાંજે હિમવર્ષા થઈ હતી. ડિસેમ્બરનું પહેલું અઠવાડિયું વીતી ગયા પછી પણ હિમાચલના પહાડો પરથી બરફ ગાયબ હતો. હોટેલ સંચાલકો અહીં આવતા પ્રવાસીઓ માટે કૃત્રિમ બરફવર્ષા કરી રહ્યા હતા. જો કે હવે અસલ વર્ષા થઈ છે. ઉત્તરાખંડમાં પણ બરફ વર્ષા શરૂ થઈ છે.
3 ડિગ્રીની આગાહી
મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. 10 ડિસેમ્બરથી દિલ્હીનું તાપમાન પણ ઘટી શકે છે. તાપમાન ઘટીને 3 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. શીત લહેર પણ આવી શકે છે. 14 ડિસેમ્બર સુધીમાં, દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તેમજ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીની અપેક્ષા છે.