આનંદો.. અયોધ્યામાં દર્શનના સમયમાં થયો કેટલો વધારો ? જુઓ
- રાતના કેટલા વાગ્યા સુધી દર્શન થશે ?
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ગઈકાલથી જ રામ ભક્તો મોટી સંખ્યામાં રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને દર્શનનો સમય વધારવાનો નિર્ણય લીધો હતો. જેમાં હવે ભક્તો સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે. આ પહેલા સાંજના સાત વાગ્યા સુધીનો જ હતો. જો કે બુધવારે પણ ભક્તોનો અવિરત પ્રવાહ રહ્યો હતો અને લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદથી અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ રામલલાના દર્શન કરી લીધા છે. આ દરમિયાન ભારે ભીડને કારણે થોડી અરાજકતા પણ જોવા મળી હતી. જોકે, પોલીસ-વહીવટી તંત્રએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
રામલલાના દર્શન કરવા માટે ભક્તોનું આગમન સતત ચાલુ છે ત્યારે પરિસ્થિતિ જોતા યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર વીઆઈપી મહેમાનોને અપીલ કરી છે. સરકાર દ્વારા વીઆઈપી મહેમાનોને કહેવામાં આવ્યું છે કે તેઓ આગામી 10 દિવસ સુધી અયોધ્યા ન આવે.
આ સાથે એમ પણ કહ્યું છે કે જો આવે તો વહીવટીતંત્ર અથવા શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટને જાણ કરીને આવે, જેથી કરીને તેઓને વધુ સારી સુવિધા પૂરી પાડી શકાય. હાલ અયોધ્યામાં ખુબ જ ભીડ જોવા મળી રહી છે, ત્યારે એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે રામ ભક્તોને સવારે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી દર્શન કરી શક્શે.