કેજરીવાલને કેટલા સમન્સ મળ્યા ? જુઓ
કયા કેસમાં બીજું સમન્સ મળ્યું ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે. એમની સામે અલગ અલગ કેસ મુજબ પૂછપરછ કરવા માટે ઇડીએ 9 મુ સમન્સ રવિવારે મોકલ્યું હતું. ત્યારબાદ દીલ્હી જળ બોર્ડના મની લોન્ડરિંગ અંગેના કેસમાં પણ એમને સમન્સ પાઠવાયું હતું. એક દિવસમાં કેજરીને 2 સમન્સ મોકલાયા હતા.
આ વખતે 9માં સમન્સમાં તેમને 21 માર્ચે હાજર થવા કહેવાયું છે. જ્યારે બીજા સમન્સ માટે કેજરીવાલને 18 તારીખે એટલે આજે હાજર થવાનું છે. 21 મીએ ઇડી સામે દારૂ નિતીકાંડમાં હાજર થવાનું છે.
ગઈ કાલે જ ઈડીના અત્યાર સુધીના સમન્સની અવગણના કરવા બદલ તેમને દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે જામીન આપ્યા હતા ત્યાં ફરી એકવાર તેમને ઈડીનું પૂછપરછ માટે સમન્સ તેમની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
કેજરીવાલને તપાસ એજન્સીએ પ્રથમ સમન્સ 2 નવેમ્બર 2023 ના રોજ મોકલ્યું હતું પણ તે હાજર નહોતા થયા. તેના પછી એજન્સીએ તેમને 21 નવેમ્બર, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 4 માર્ચે આઠમું સમન્સ મોકલ્યું હતું. મુખ્યમંત્રી કેજરીવાલ કોઈપણ સમન્સ પર ઈડી સમક્ષ હાજર થયા નહોતા. ત્યારબાદ રવિવારે 9 મુ સમન્સ મોકલાયું હતું. તેના માટે 21 તારીખે હાજર થવાનું છે.
કેજરીવાલે એક પણ સમન્સ પર હાજર ન થવા છતાં કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી દાવો કરે છે કે કેન્દ્રીય એજન્સી ઈડી તેમની ધરપકડ કરી લેવા માગે છે. હવે દીલ્હી જળ બોર્ડને લગતા ભ્રષ્ટાચારના કેસમાં સોમવારે એટલે આજે એમની પૂછપરછ થઈ શકે છે.