ઇલેકટોરલ બોન્ડથી પાર્ટીઓને કૂલ કેટલા રૂપિયા મળ્યા ? વાંચો
કોણે આપી હતી આ માહિતી ?
ઇલેકટોરલ બોન્ડને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ગણાવીને તેના પર રોક લગાવતો ચુકાદો આપ્યો હતો પણ તે પહેલા 5 મી ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારે લોકસભામાં એવી માહિતી આપી હતી કે એસબીઆઇના માધ્યમથી 30 હપ્તામાં રૂપિયા 16518 કરોડના ચુંટણી બોન્ડ વેચવામાં આવ્યા હતા. આમ રાજકીય પક્ષોને આટલી જંગી રકમ મળી હતી.
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી દ્વારા પૂછાયેલ સવાલના જવાબમાં નાણા ખાતાના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આંકડાકીય માહિતી આપી હતી. એસબીઆઈને આ માટે રૂપિયા 8.57 કરોડનું કમિશન મળ્યું હતું. એસબીઆઇ પાસેથી ખરીદાયેલા બોન્ડનો આંકડો ઉપર મુજબ રહ્યો હતો.
દેશના રાજકીય પક્ષોને મબલખ આવક એટલે કે પક્ષ માટે કમાણી થઈ હતી. જો કે આમ જનતાને આ બધી માહિતી હોતી નથી.