યુપીમાં ગરમીથી કેટલાના મોત થયા ? જુઓ
યુપીમાં ભીષણ ગરમી અને લૂએ હાહાકાર મચાવી દીધો છે . આ વખતે અત્યંત માનવ ઘાતક હિટવેવ અને લૂને કારણે પાછલા બે દિવસમાં જ અલગ અલગ જિલ્લાઓમાં કૂલ 170 લોકોના મોત થઈ ગયા હતા. એકલા પૂર્વનચલમાં 4 જિલ્લાઓમાં 50 લોકોના મૃત્યુ થઈ ગયા હતા.
વારાણસીમાં છેલ્લા બે દિવસમાં 33 લોકોના મોત થઈ ગયા હતા. સેંકડો લોકો અત્યારે બીમાર પડેલા છે અને સરકારી તથા ખાનગી દવાખાના હાઉસફુલ થઈ ગયા છે. સત્તાવાર અહેવાલમાંઆ જણાવ્યા મુજબ કાનપુરમાં 26 લોકોના મૃત્યુ થઈ ગયા છે. અનેક ઘરના મોભીઓ અને યુવકોના પણ જાન ગયા છે.
બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા અપાયેલા અહેવાલ મુજબ હજુ પણ યુપીને ભારે ગરમીથી તત્કાળ રાહત મળવાની શક્યતા દેખાતી નથી. બે દિવસ બાદ ચોમાસું પ્રવેશ કરે તેવી સંભાવના છે પણ તેમાં સમયમાં ફેરફાર થઈ શકે છે અને હિટવેવ લંબાઈ શકે છે.
યુપી અને બિહારમાં પણ આ વખતે ભયંકર ગરમી પડી છે અને અહીં પણ ઘણા લોકોના મૃત્યુ થઈ ગયા છે અને સેંકડો લોકો બીમારીનો શિકાર બન્યા છે. બિહારમાં પણ ગરમીનો સમય લંબાય તેવી શક્યતા છે. જો કે યુપીમાં આ વખતે મહાભયાનક ગરમીએ કેટલાય પરિવારોના સભ્યો છીનવી લીધા છે.