દેશમાં કેટલા હીટવેવ આવશે ? જુઓ
કોણે કરી આગાહી ?
ઉનાળાના સમયમાં તાપનો કહેર અનેક રાજ્યમાં રહ્યો છે અને કેટલાક રાજ્યોમાં વરસાદી વાતાવરણ છે પણ આગામી દિવસો દેશભરના લોકો માટે ચિંતાજનક બનવાના છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. લોકો રીતસર પરેશાન થઈ જશે અને અનાજની સપ્લાઈ પણ અવરોધાશે. ભોજનની થાળી વધુ મોંઘી થશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં એપ્રિલથી જૂન વચ્ચે 20 જેટલા એક્સ્ટ્રીમ હીટવેવ આવી શકે છે જે ગયા વર્ષની સરખામણીએ ડબલ હોઇ શકે છે. સાફ શબ્દોમાં એવી ચેતવણી અપાઈ છે કે સૌથી હોટ સમર માટે લોકોએ તૈયાર રહેવાનું છે.
અહેવાલમાં એવી જાણકારી અપાઈ છે કે તાપમાનનો પારો વધુ હાઇ થવાનો છે અને અસહ્ય તાપમાં લોકો શેકાઈ જવાના છે. નવા હાઈ પર પારો પહોંચી શકે છે. મેક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચર બંને વધુ માત્રામાં રહેવાના છે.
અતિશય ચિંતાની વાત તો એ છે કે વૈજ્ઞાનિકોએ એમ કહ્યું છે કે મનાવજાત સહન જ ના કરી શકે એટલો તાપ પડવાનો છે. એ જ રીતે અનાજ પણ ભયાનક ગરમીથી હીટ થઈ શકે છે અને ઉત્પાદન તથા સપ્લાઈ અવરોધાઈ શકે છે અને તેને પગલે ભાવ વધારાની સમસ્યા પણ નડી શકે છે.
નિષ્ણાતોએ એમ કહ્યું છે કે આવી ભયાનક સ્થિતિમાં લોકોની ભોજનની થાળી વધુ મોંઘી થઈ શકે છે અને વેજ તથા નોનવેજ બંને થાળીણા ભાવ વધી શકે છે. શાકભાજીના ભાવમાં પણ આગ લાગી શકે છે.