એક દિવસમાં કેટલા ભક્તોએ આયોધ્યાની લીધી મુલાકાત ? વાંચો
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા થયા બદ્દ ભક્તોનો ઘોડાપૂર ઉમટી રહ્યો છે અને નવા રેકોર્ડ થઈ રહ્યા છે. 26 જાન્યુઆરી, શુક્રવારે ગણતંત્ર દિવસના રોજ 3.25 લાખથી વધુ ભક્તોએ અહીં રામ મંદિરની મુલાકાત લીધી હતી. ચારેકોર યાત્રાળુઓ જ દેખાઈ રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથની સૂચના પર રાજ્યના મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદ અને પોલીસ કાયદો અને વ્યવસ્થાના મહાનિર્દેશક પ્રશાંત કુમાર શ્રદ્ધાળુઓના સરળ દર્શનની વ્યવસ્થાની સમીક્ષા કરવા અયોધ્યા પહોંચ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ જ ક્રમમાં મુખ્ય સચિવ (ગૃહ) અયોધ્યાની મુલાકાત લીધી. આ પહેલા સવારે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મંદિર પરિસરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ગણતંત્ર દિવસની વચ્ચે, મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદ અને મહાનિર્દેશક કુમાર અને અન્ય અધિકારીઓ સાથે શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરની મુલાકાત લીધી. આ દરમિયાન પ્રસાદે ભક્તોના સુગમ દર્શન માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
એક સત્તાવાર નિવેદન અનુસાર, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ મંદિરમાં ભક્તોના દર્શન અને અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા અને અન્ય ટ્રાફિક વ્યવસ્થા અંગે નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે.