દેશમાં કોરોનાના કેટલા કેસ ? જુઓ
દેશમાં ફરી એકવાર કોરોના ડરામણો સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું દેખાય છે. બુધવારે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો હતો. દેશમાં એક દિવસમાં નવા 602 કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 602 નવા કેસ સામે આવ્યા હતા. 5 લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં કોરોનાના કુસ એક્ટિવ કેસની સંખ્યા પણ હવે 4440 થઈ ચૂકી છે.
એક દિવસ પહેલા એટલે કે 2 જાન્યુઆરીએ 573 નવા કેસ નોંધાયા હતા. જોકે બે લોકો મૃત્યુ પામ્યા હતા. તેના પહેલા 1 જાન્યુઆરીએ દેશમાં 636 નવા કેસ સામે આવ્યા હતા અને 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી બાજુ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત નીપજ્યું, જ્યારે કુલ 148 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.
લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે ઝડપથી કેસ વધી રહ્યા છે અને વધુ લોકો તેની જાળમાં સપડાઈ રહ્યા છે. ભીડભાડવાળા વિસ્તારોમાં જવાથી લોકોએ બચવું જોઈએ તેવી અપીલ સરકારે પણ કરી છે.