દિલ્હીમાં ભાજપ અને આપ વચ્ચે કેવી ટક્કર શરૂ થઈ ? વાંચો
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી ભાજપ અને સત્તાધારી આમ આદમી પાર્ટી વચ્ચે પોસ્ટર વૉર શરૂ થઈ છે. આ રાજકીય યુદ્ધમાં બંને રાજકીય પાર્ટીઓ એકબીજા પર તીખાં આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. ભાજપ પોતાના પોસ્ટરમાં ‘આપ’ ના કૌભાંડોને ઉજાગર કરવામાં જોડાઈ ગઈ છે. વળી બીજી બાજુ ‘આપ’ પણ ‘પુષ્પા’ સ્ટાઇલમાં ભાજપ પર વળતો પ્રહાર કરી રહી છે. ઝૂકેગા નહીં કેજરીવાલ લખેલા પોસ્ટરો લગાવી દેવાયા છે.
ભાજપે શનિવારે એક પોસ્ટર શેર કરી ‘આપ’ સરકારના કથિત કૌભાંડનો ઉલ્લેખ કર્યો છે. આ પોસ્ટરમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ફોટા પણ લગાવવામાં આવ્યા છે. તેના કેપ્શનમાં ‘કેજરીવાલ કે ઘોટાલો કા મકડજાલ’ સાથે દારૂ, મહોલ્લા ક્લિનિક, હવાલા, સિક્યોરિટી, રાશન, પેનિક બટન, શીશમહેલ, હવાઈ, દિલ્હી જળ બોર્ડ, ક્લાસરૂમ અને સીસીટીવી કૌભાંડને દર્શાવવામાં આવ્યા છે.
આ હુમલાના જવાબમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના પોસ્ટરમાં દિલ્હીની કાયદાકીય વ્યવસ્થાને લઈને કેન્દ્રમાં સત્તાધારી ભાજપને નિશાનો બનાવવાનું શરૂ કરી દીધું. વળી, એક અન્ય પોસ્ટરમાં ‘આપ’એ અરવિંદ કેજરીવાલના હાથમાં ઝાડૂ બતાવતા ‘પુષ્પા’ સ્ટાઇલમાં ‘ફિર આ રહા હૈ કેજરીવાલ’ કહેતા ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. આ ફોટોના કેપ્શનમાં ‘કેજરીવાલ ઝુકેગા નહીં’, ‘કેજરીવાલ 4 ટર્મ કમિંગ સૂન’ લખવામાં આવ્યું છે.
આમ દિલ્હીમાં ફરી ભાજપ અને આપ આમને સામને આવી ગયા છે અને ગમે તેમ કરીને આ વખતે કેજરીવાલને હરાવી દેવા માટે ભાજપ દ્વારા રણનીતિ ઘડી લેવામાં આવી છે. આપણે