અમેરિકાની કોમેન્ટ સામે ભારતે કેવું વલણ લીધું ? જુઓ
કોને બોલાવીને ખખડાવ્યા ?
અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે અમેરિકાએ કરેલી કોમેન્ટથી ભારતે ભારે નારાજી દર્શાવી હતી અને કડક વલણ અખત્યાર કરીને બુધવારે અમેરિકાના ભારત ખાતેના દૂતને બોલાવી ખખડાવ્યા હતા અને ભારતની આંતરિક બાબતમાં દખલગીરી બંધ કરવાની સાફ શબ્દોમાં સૂચના આપી દીધી હતી.
વિદેશ મંત્રાલય દ્વારા અમેરિકી દૂતવાસના કાર્યવાહક ઊપ પ્રમુખ ગ્લોરિયાને મંત્રાલયના કાર્યાલય ખાતે બોલાવાયા હતા ગ્લોરિયાની સાથે અન્ય અમેરિકી અધિકારીઓ પણ આવ્યા હતા. 40 મિનિટ સુધી વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે આ બેઠક ચાલી હતી અને અમેરિકી દૂતને ખખડાવાયા હતા.
ભારતે દૂતને સાફ શબ્દોમાં કહ્યું હતું કે કેજરીવાલની ધરપકડ ભારતની આંતરિક બાબત છે અને તેમાં કોઈને પણ દખલગીરી કરવાની પરવાનગી નથી. અમેરિકી વિદેશ વિભાગની કોમેન્ટ પર ભારત ખૂબ જ ગુસ્સામાં છે. ભારતે તેની સામે સખત વિરોધ દર્શાવ્યો છે.
અમેરિકી વિદેશ વિભાગે એમ કહ્યું હતું કે અમે કેજરીવાલની ધરપકડ અને તેને લગતી બાબતો પર નજર રાખી રહ્યા છીએ. આ અંગેના અહેવાલો પર સતત અમે નિરીક્ષણ કરી રહ્યા છીએ. આ નિવેદન મામલે ભારતે સખત વાંધો લીધો હતો.