બાંગ્લાદેશ સાથેની 4096 કિમી લાંબી સરહદ પર હાઈ એલર્ટ
બીએસએફના વડા કોલકત્તા પહોંચ્યા મોટેપાયે નિરાશી તો ઘૂસે તેવા એંધાણ
બાંગ્લાદેશમાં લશ્કરે સતા સંભાળી તે પછી ભારતમાં મોટા પાયે બાંગ્લાદેશી નાગરિકો આશરો લેવા ઘૂસે તેવી સંભાવના ને ધ્યાનમાં લઇ બીએસએફ દ્વારા બાંગ્લાદેશ સાથેની 4096 km ની સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરાયું છે.બધા ફિલ્ડ ઓફિસરો અને જવાનોને સરહદ પર મોકલી અપાયા છે.દરમિયાન પરિસ્થિતિની ગંભીરતા નિહાળી બીએસએફ ના ડાયરેક્ટર જનરલ દલજીત સિંઘ ચૌધરી અને ટોચના અધિકારીઓ કોલકતા પહોંચી ગયા હતા.
ભારત અને બાંગ્લાદેશ વિશ્વની ચોથા નંબરની સૌથી લાંબી સરહદ ધરાવે છે.ભારતના પાંચ રાજ્યો સુધી આ સરહદ વિસ્તરેલી છે.બાંગ્લાદેશ ત્રિપુરા સાથે 856 કિમી, મેઘાલય સાથે 443 કિમી આસામ સાથે 262 કિમી.મિઝોરમબસાથે 318 કિમી અને પશ્ચિમ બંગાળ સાથે 2,217 કિલોમીટરની સરહદ ધરાવે છે.આ બધા પોલીસ સહિતના તમામ સુરક્ષા દળોને એલર્ટ પર મૂકી દેવાયા છે. બીએસએફ ના જવાનોની રજા રદ કરી દેવામાં આવી છે.બાંગ્લાદેશમાં આવામી લીગના નેતાઓ અને કાર્યકરોના મકાનો પર હુમલા થઈ રહ્યા છે.આ સંજોગોમાં મોટી સંખ્યામાં લોકો જીવ બચાવવા માટે ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરશે તેવી સંભાવના નકારી શકાતી નથી.