Gujarat Budget 2024: રમતગમત ક્ષેત્રે રૂપિયા વાંચો કેટલા કરોડની જોગવાઈ કરી
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. જેમાં અલગ-અલગ યોજનાઓ માટે જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ 767 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘રાજ્યના રમતવીરોને તાલીમ, સંસાધનો અને પ્રોત્સાહન આપવા અમારી સરકાર પ્રયાસરત છે. રમતગમત સંકુલોનો વિકાસ કરી વિવિધ રમતોમાં ખેલાડીઓને આધુનિક ધોરણે તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે. શક્તિદૂત યોજના થકી પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખી તેમને ખાસ પ્રકારની તાલીમ આપી પદકો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.’
રમતગમત ક્ષેત્રે રૂપિયા 376 કરોડની જોગવાઈ
•ઓલમ્પિક કક્ષાનું માળખું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીના રમતવીરો તૈયાર કરવા માટે આયોજન.
•શક્તિદૂત 2.0 યોજના હેઠળ શ્રેષ્ઠ દેખાવ કરતાં ખેલાડીઓને સહાય આપવાનું આયોજન.
•પેરા એથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપવા દેશના પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ-પર્ફોમન્સ સેન્ટરના નિર્માણનું આયોજન.
•સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીને સ્પોર્ટ્સ એજ્યુકેશન, ટ્રેઈનીંગ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રે નવી ઉંચાઇ સુધી લઇ જવા માટે બીજા તબક્કાનું આયોજન.