ક્યાંથી પકડાયો લશ્કરનો આતંકી ? જુઓ
શું મળ્યું તેની પાસેથી ?
આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ કેન્દ્ર સરકારે અપનાવી છે અને આતંકીઓ તથા એમના ટેકેદારો પર બાજ નજર રાખવામાં આવી રહી છે ત્યારે દિલ્હીમાંથી લશ્કર-એ-તોઈબાના આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં કાર્યરત લશ્કર-એ-તોઈબા મોડ્યુલના આ સક્રિય આતંકીની નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી છે. આતંકીની ઓળખ રિયાઝ અહેમદ તરીકે થઈ છે.
દિલ્હી પોલીસની રેલવે પોલીસે માહિતી આપી છે કે આ આરોપી આતંકી એલઓસી પારથી હથિયારો અને દારૂગોળો મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આરોપી નિવૃત સૈનિક અને દિલ્હીમાં કયા હેતુથી આવ્યો હતો તે અંગે તેની પૂછપરછ થઈ રહી છે. રિયાઝ પાસેથી એક મોબાઈલ ફોન અને એક સિમ કાર્ડ મળી આવ્યું હતું. તે સંતાઈ જવા માટે ઠેકાણું શોધી રહ્યો હતો પણ તે પહેલા જ પકડાઈ ગયો હતો.
આતંકી રિયાઝ અહેમદ કાશ્મીરના કુપવાડાનો રહેવાસી છે અને ખુર્શીદ અહેમદ રાથેર અને ગુલામ સરવર રાથેર સાથે મળીને આતંકવાદીઓ દ્વારા એલઓસી પારથી હથિયારો અને દારૂગોળો મેળવવામાં સામેલ હતો. કુપવડામાં પકડાયેલા આતંકીઓ દ્વારા રિયાઝનું નામ આપવામાં આવ્યું હતું.