Modi 3.0 Cabinet Minister List : જાણો કોને કયું મંત્રાલય મળ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળ માટે 72 મંત્રીઓની ફોજ તૈયાર કરી છે. મોદી કેબિનેટની પ્રથમ બેઠક સમાપ્ત થઈ છે. ત્યારબાદ મંત્રાલય વહેંચણની પ્રક્રિયા ચાલુ છે. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 હશે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ 36 સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. જો કે, આમાંથી 43 એવા મંત્રીઓ છે જેઓ ઓછામાં ઓછા ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. મોદી સરકારમાં 39 મંત્રીઓ કામ કરી ચૂક્યા છે. 6 મંત્રીઓ એવા છે જેઓ મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
જાણો કોને કયું મંત્રાલય મળ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રાલયની વહેંચણી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજનાથ સિંહને ફરીથી સંરક્ષણમંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. વડાપ્રધાને ફરી એકવાર નીતિન ગડકરી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય મળ્યું છે. તેમને સમર્થન આપવા માટે અલ્મોડાના સાંસદ અજય તમટા અને દિલ્હીના સાંસદ હર્ષ મલ્હોત્રાને મંત્રી (MOS) બનાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે ફરી એકવાર એસ. જયશંકર પાસે હશે.
કેબિનેટ મંત્રીઓના નામ:
અનુક્રમ નંબર | નામ | મંત્રાલય |
---|---|---|
1 | નરેન્દ્ર મોદી | પ્રધાન મંત્રી |
2 | રાજનાથ સિંહ | સંરક્ષણ મંત્રાલય |
3 | અમિત શાહ | ગૃહ મંત્રાલય |
4 | જેપી નડ્ડા | આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય |
5 | નીતિન ગડકરી | માર્ગ પરિવહન મંત્રાલય |
6 | શિવરાજ સિંહ ચૌહાણ | કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રાલય |
7 | નિર્મલા સીતારમણ | નાણા મંત્રાલય |
8 | ડૉ. એસ. જયશંકર | વિદેશ મંત્રાલય |
9 | મનોહર લાલ ખટ્ટર | ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલય |
10 | એચડી કુમારસ્વામી | ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલય |
11 | પિયુષ ગોયલ | વાણિજ્ય મંત્રાલય |
12 | ધર્મેન્દ્ર પ્રધાન | શિક્ષણ મંત્રાલય |
13 | જીતનરામ માંઝી | સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય |
14 | રાજીવ રંજન સિંહ | પંચાયતી રાજ મંત્રાલય અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીમંત્રાલય |
15 | સર્બાનંદ સોનોવાલ | શિપિંગ મંત્રાલય, જળમાર્ગો, બંદરો |
16 | ડો.વીરેન્દ્ર કુમાર | સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય |
17 | રામ મોહન નાયડુ | નાગરિક ઉડ્ડયન મંત્રાલય |
18 | પ્રહલાદ જોષી | ઉપભોક્તા મંત્રાલય |
19 | જુએલ ઓરાવ | આદિજાતિ મંત્રાલય |
20 | ગિરિરાજ સિંહ | કાપડ મંત્રાલય |
21 | અશ્વિની વૈષ્ણવ | રેલ્વે અને માહિતી પ્રસારણ મંત્રાલય |
22 | જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા | દૂરસંચાર મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ મંત્રાલય |
23 | ભૂપેન્દ્ર યાદવ | પર્યાવરણ મંત્રાલય |
24 | ગજેન્દ્ર સિંહ શેખાવત | સંસ્કૃતિ પ્રવાસન મંત્રાલય |
25 | અન્નપૂર્ણા દેવી | મહિલા અને બાળ વિકાસ મંત્રાલય |
26 | કિરેન રિજિજુ | સંસદીય બાબતોનું મંત્રાલય |
27 | મનસુખ માંડવિયા | શ્રમ અને રોજગાર મંત્રાલય, યુવા બાબતો અને રમતગમત |
28 | જી કિશન રેડ્ડી | કોલસા અને ખાણ મંત્રાલય |
29 | ચિરાગ પાસવાન | ખાદ્ય પ્રક્રિયા મંત્રાલય |
30 | સી આર પાટીલ | જળ શક્તિ મંત્રાલય |
રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મંત્રીઓની યાદી:
અનુક્રમ નંબર | નામ | મંત્રાલય |
---|---|---|
1 | રાવ ઈન્દ્રજીત સિંહ | સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયઆયોજન મંત્રાલયસંસ્કૃતિ મંત્રાલય |
2 | ડો.જિતેન્દ્ર સિંહ | વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, વડાપ્રધાન કાર્યાલય,કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયઅણુ ઊર્જા મંત્રાલયઅવકાશ મંત્રાલય |
3 | અર્જુન રામ મેઘવાલ | કાયદા અને ન્યાય મંત્રાલય અને સંસદીય બાબતોના મંત્રાલય |
4 | પ્રતાપ્રવ જાધવ | આયુષ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય |
5 | જયંત ચૌધરી |