જમ્મુ-કાશ્મીરમાં આજે અંતિમ તબક્કાનું મતદાન
જમ્મુ-કાશ્મીર વિધાન સભાની ચુંટણીના અંતિમ તબક્કાનું મંગળવારે આજે મતદાન થઈ રહ્યું છે. છેલ્લા તબક્કામાં 40 બેઠકો પર સ્થાનિક મોટા માથા મેદાનમાં છે. પાછલા બે તબકામાં સંતોષજનક-શાંતિપૂર્ણ મતદાન નોંધાયું હતુ. આજે કૂલ 39.18 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન છે. વિભિન્ન રાજકીય પક્ષો અને અપક્ષના મળીને કૂલ 415 ઉમેદવારો મેદાનમાં છે. 8 મી ઓક્ટોબરે પરિણામ આવશે.
40 બેઠકો પૈકી કાશ્મીર પ્રાંતની 16 અને જમ્મુ ક્ષેત્રની 24 બેઠકો છે અને તેમાં આતંકવાદગ્રસ્ત જિલ્લા પણ શામેલ છે. ખાસ કરીને કાશ્મીરના બારામુલ્લા, કુપવાડા, બાંદીપોરા વગેરેનો સમાવેશ થાય છે. જમ્મુમાં ભાજપ તરફી હવામાન દેખાય છે અને કાશ્મીરમાં એનસી, પીડીપી અને રશીદ એન્જિનિયર ની પાર્ટીની કિસ્મત દાવ પર છે.
આખરી તબક્કા માટે સલામતીનો કડક જાપ્તો ગોઠવાઈ ગયો હતો. જો કે પાછલા બે તબક્કા દરમિયાન શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ઉત્તર કાશ્મીરમાં જોરદાર જંગ છે અને અહીં ઉમર અબ્દુલ્લા તથા મહેબૂબા મુફતીને એન્જિનિયર ટક્કર આપી રહ્યા છે.
ગુલામ નબી આઝાદની ડેમોક્રેટિક પ્રોગ્રેસીવ આઝાદ પાર્ટી પણ મેદાનમાં છે જો કે તે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચુંટણી મેદાનમાં છે. પ્રચાર શનિવારે જ શાંત થઈ હતો.