જાન્યુઆરીમાં કોરોના મોઢું ફાડે તેવી ભીતિ
- પ્રથમ સપ્તાહમાં દૈનિક દર્દીઓની સંખ્યા ડબલ થવાની આશંકા
- સાત રાજ્યોમાં મળ્યો JN.1, મોંઘી પડી શકે છે નવા વર્ષની ઉજવણી
દેશમાં આગામી ચાર અઠવાડિયામાં કોરોના સંક્રમણ વધી શકે છે. એટલું જ નહીં, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં દૈનિક કોરોના દર્દીઓની સંખ્યામાં ડબલથી પણ વધુનો વધારો થઈ શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ INSACOG રિપોર્ટના આધારે આ આશંકા વ્યક્ત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ JN.1નો નવો વેરિયન્ટ અત્યાર સુધીમાં સાત રાજ્યોમાં જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગયા નવેમ્બરમાં પહેલા ચાર દર્દીઓ કેરળ, કર્ણાટક અને ગોવામાં મળી આવ્યા હતા. જો કે, હવે ગોવા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણા ઉપરાંત રાજસ્થાનમાં પણ મળી આવ્યા છે. જિનોમ સિક્વન્સિંગે રાજસ્થાનના પાંચ દર્દીઓમાં JN.1 સબ-ફોર્મની પુષ્ટિ કરી છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે દેશમાં JN.1 સબ-ફોર્મના કુલ કેસ વધીને ૧૦૯ થઈ ગયા છે. ગોવામાં 34, કર્ણાટકમાં આઠ, કેરળમાં છ, મહારાષ્ટ્રમાં નવ, રાજસ્થાનમાં પાંચ, તમિલનાડુમાં ચાર અને તેલંગાણામાં બે દર્દીઓ છે. નાતાલ અને નવા વર્ષની ઉજવણી પૂર્ણ થયા બાદ દરરોજ ચેપગ્રસ્ત દર્દીઓમાં વધારો થવાની સંભાવના છે.
છેલ્લા પાંચ અઠવાડિયામાં અને 2020થી 2022 સુધીના કોરોનાના વલણની સમીક્ષા કર્યા પછી એવું જોવામાં આવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ગયા વર્ષે, ઓમિક્રોન ફોર્મેટને કારણે, ડિસેમ્બર અને જાન્યુઆરી વચ્ચે દૈનિક દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં આ ગ્રાફ નીચે આવવા લાગ્યો હતો.
24 કલાકમાં કોરોનાનાં 529 નવા કેસ નોંધાયા, 3ના મોત
JN.1 ના નવા સબ-વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા વધીને ૧૦૯ થઈ ગઈ
ભારતમાં ફરી એકવાર કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, બુધવારે (27 ડિસેમ્બર) ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 529 નવા કેસ નોંધાયા છે, જેનાથી સક્રિય કેસની કુલ સંખ્યા 4093 થઈ ગઈ છે. ત્રણ સંક્રમિત લોકોના પણ મોત થયા છે, જેમાંથી બે કર્ણાટકના અને એક ગુજરાતના છે.
ચિંતાની વાત એ છે કે કોરોનાનું નવું સબ-વેરિઅન્ટ JN.1 પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હવે દેશના 7 રાજ્યોમાં લોકોને તેની અસર થઈ છે અને નવા પ્રકારથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૧૦૯ થઈ ગઈ છે.
ગુજરાતમાં JN.1 વેરિઅન્ટના 36 કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત ગોવામાંથી 18, કર્ણાટકમાંથી 8, મહારાષ્ટ્રમાંથી 7, કેરળ અને રાજસ્થાનમાંથી 5-5, તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી 2 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
જો ભારતમાં કોરોનાના ઝડપી સંક્રમણની વાત કરીએ તો સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે. અહીં છેલ્લા 24 કલાકમાં 353 દર્દીઓ સંક્રમિત થયા છે.
નવા વેરિયન્ટે ગુજરાતની ચિંતા વધારી , ૩૬ નવા કેસ
કોરોનાને લઇને ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં નવા વેરિયન્ટના 36 કેસ નોંધાયા છે. સૌથી કેસ અમદાવાદમાં નોધાયા છે.
ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટે ફરી એકવાર ચિંતા જગાડી છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ કોરોના 34 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. વધુ 6 કોરોનાના નવા કેસ નોંધાતા આખરે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 56 પર પહોંચી છે. અમદાવાદના દરિયાપુરમાં કોરોનાથી વૃદ્ધાનું મોત થયું છે.
કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.