પાકિસ્તાનમાં પ્રચંડ ગરમી: સિંધ પ્રાંતમાં 50 ડિગ્રી તાપમાન
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આકાશમાંથી આગ વરસી રહી છે. પાકિસ્તાનના અનેક શહેરોમાં તાપમાનનો પારો 49 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો.
અહેવાલ મુજબ પાકિસ્તાનમાં આવેલી પુરાતત્વીય સાઈટ મોહેંજોદડોના આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન વધીને 50 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનનો સૌથી ગરમ દિવસ હતો. પાકિસ્તાનમાં અન્ય ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. પાકિસ્તાન હવામાન વિભાગ અનુસાર, હીટ વેવ ઓછામાં વધુ એક અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના સ્વાસ્થ્ય વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.
ડેટા જણાવે છે કે ગુરુવારે સિંધના દાદુ અને મોહેંજોદરો શહેરોમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સિંધના અન્ય શહેરો જેમ કે નવાબ શાહ અને મીઠીમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
પાકિસ્તાનમાં પંજાબના ડીજી ખાનમાં મહત્તમ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું, જ્યારે બલૂચિસ્તાનમાં, સિબ્બીમાં મહત્તમ 48 ડિગ્રી સેલ્સિયસ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન શહેરમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
