ધ્રુવ રાઠીની મુશ્કેલીઓ વધી: દિલ્હી કોર્ટેને સમન્સ મોકલ્યું, જાણો શું છે સમગ્ર મામલો
દિલ્હીની એક અદાલતે ભારતીય જનતા પાર્ટીના નેતા સુરેશ નખુઆ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠીને સમન્સ જારી કર્યું છે. બીજેપી મુંબઈ એકમના પ્રવક્તા સુરેશ નખુઆએ અરજીમાં દાવો કર્યો છે કે રાઠીએ તેમની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા એક વીડિયોમાં તેમને “હિંસક અને અપમાનજનક” ટ્રોલ કર્યા હતા.
બાર અને બેંચના અહેવાલ મુજબ, દિલ્હીની સાકેત કોર્ટે રાઠીને 29 જુલાઈએ સમન્સ પાઠવ્યું છે. આ કેસની સુનાવણી જિલ્લા ન્યાયાધીશ ગુંજન ગુપ્તાએ કરી હતી. હવે આ મામલામાં આગામી સુનાવણી 6 ઓગસ્ટના રોજ થશે. કોર્ટે પોતાના નિર્દેશોમાં કહ્યું છે કે ધ્રુવ રાઠી સમન્સ સ્પીડ પોસ્ટ, કુરિયર અને ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા પણ મોકલવામાં આવે. તમને જણાવી દઈએ કે, વકીલ રાઘવ અવસ્થી અને મુકેશ શર્મા કોર્ટમાં સુરેશ નખુઆ વતી કેસ લડી રહ્યા હતા.
શું છે મામલો?
વાસ્તવમાં ધ્રુવ રાઠીએ 7 જુલાઈ 2024ના રોજ યુટ્યુબ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોનું શીર્ષક હતું, “Godi YouTubers, Elvish Yadav, Dhruv Rathi ને મારો જવાબ.” નખુઆએ ધ્રુવ રાઠીના આ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેણે કહ્યું હતું કે ધ્રુવ રાઠીએ કરેલા આરોપોને કારણે તેને (નખુઆ) લોકોની નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. નખુઆએ કહ્યું, વીડિયોમાં લાગેલા તમામ આરોપો બેબુનિયાદ અને નિરાધાર છે. આ આક્ષેપો દુર્ભાવનાથી લગાડવામાં આવ્યા છે. અરજીમાં નખુઆના વકીલે કહ્યું હતું કે આનાથી માત્ર અરજદારના ચારિત્ર્ય પર જ શંકા નથી આવતી પરંતુ સમાજમાં તેણે જે સન્માન મેળવ્યું છે તેને પણ કલંકિત કરે છે.
ધ્રુવ રાઠી સામે અરજી
અરજીમાં કહેવામાં આવ્યું છે કે ધ્રુવ રાઠીના વીડિયોના પરિણામ દુરોગામી હોય શકે છે. આનાથી તેમના (નખુઆ)માં લોકોનો વિશ્વાસ ઘટી શકે છે. કેસ દાખલ કરતી વખતે, તેણે કહ્યું હતું કે આ વિડિયોએ તેના (નખુઆ) વ્યક્તિગત અને વ્યવસાયિક ક્ષેત્રો બંનેને અવિશ્વસનીય રીતે અસર કરી છે. તેની અસર ક્યારેય સંપૂર્ણ રીતે જતી નથી. તમને જણાવી દઈએ કે એલ્વિશ યાદવ ધ્રુવ રાઠીને લઈને વીડિયો બનાવતો હોય છે. આવી સ્થિતિમાં ધ્રુવ રાઠી પણ એલ્વિશ યાદવના વીડિયોના માધ્યમથી જ જવાબ આપે છે. જો કે આ પહેલીવાર નથી કે જ્યારે ધ્રુવ રાઠીને લઈને વિવાદ થયો હોય. આ પહેલા પણ ધ્રુવ રાઠી દ્વારા અનેકવાર વિવાદાસ્પદ વીડિયો બનાવવામાં આવ્યા છે.
કોણ છે ધ્રુવ રાઠી ?
ધ્રુવ રાઠી એક પ્રખ્યાત યુટ્યુબર છે. યુટ્યુબ પર તેના 23 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. ધ્રુવ રાઠી સામાજિક, રાજકીય અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર વીડિયો બનાવે છે. તે અવારનવાર આ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. તેના વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યા છે. કેટલાક લોકો તેમના પર એકતરફી વીડિયો બનાવવાનો આરોપ પણ લગાવે છે.