બાંદ્રા ટર્મિનસ પર ટ્રેનમાં ચઢવા ધક્કા-મુક્કીઃ 9ને ઈજા, બેની હાલત ગંભીર
-બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસમાં ચડવામાં ધક્કા-મુક્કી થતા નાસભાગ થઈ
મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર રવિવારે ટ્રેનમાં ચઢવા માટે મોટા પાયે ધક્કા-મુક્કી થઈ હતી જેમાં નવ પ્રવાસીઓને ઈજા થઈ હતી. તેમાંથી બેની હાલત ગંભીર ગણવામાં આવે છે. મુંબઈથી ગોરખપુર જઈ રહેલી ટ્રેનમાં ચઢવા માટે હજારો પ્રવાસીઓ આવી ગયા હતા જેમની વચ્ચે નાસભાગ થઈ હતી. સવારે 5.56 વાગ્યે બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર આ ઘટના બની હતી.
અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેન 22921 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસમાં ચડવામાં ધક્કા-મુક્કી થતા નાસભાગ થતા અફરા-તફરી મચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને ભાભા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દિવાળી પહેલા તહેવારોની ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. નાસભાગની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ઘાયલ લોકો બેભાન હાલતમાં પડેલા જોવા છે. રેલવે પોલીસ કર્મચારીઓ અને અન્ય મુસાફરો ઘાયલોને સ્ટ્રેચર પર લઈ જઈ રહ્યા છે.
મુંબઈના બાંદ્રા ટર્મિનસ ખાતે આજે જ્યારે મુસાફરોએ ઉત્તર પ્રદેશના ગોરખપુર તરફ જતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો ત્યારે નાસભાગમાં નવ લોકો ઘાયલ થયા હતા.સાત લોકોની હાલત સ્થિર છે જ્યારે બેને ગંભીર ઈજાઓ થઈ છે. બાંદ્રાથી ગોરખપુર જતી ટ્રેન નંબર 22921 સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવી અને મોટી સંખ્યામાં મુસાફરો ચઢવા માટે પ્લેટફોર્મ પર એકઠા થયા. ગોરખપુરની સાપ્તાહિક ટ્રેનને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી અને તેને સવારે 5:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ તે ફરીથી શિડ્યુલ કરવામાં આવ્યા બાદ ટ્રેન પ્લેટફોર્મ પર મોડી આવી હતી. સવારે 3 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ પર ભારે ભીડ જોવા મળી હતી અને મુસાફરોએ ટ્રેનના જનરલ ડબ્બામાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.
ગોરખપુર એક્સપ્રેસ એક અનરિઝર્વ્ડ ટ્રેન છે અને 22 બોગી ટ્રેનમાં ચડવા માટે 1,000 થી વધુ મુસાફરો પહોંચ્યા હતા. ટ્રેન હજુ પણ ગતિમાં હતી ત્યારે કેટલાક મુસાફરોએ કોચમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે બે મુસાફરો ઘાયલ થયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ અકસ્માત બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર થયો હતો. ટ્રેન નંબર 22921, બાંદ્રા ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનનો ઉપડવાનો સમય સવારે 5.10 વાગ્યે હતો. પરંતુ ટ્રેન 2.55 વાગ્યે પ્લેટફોર્મ પર પહોંચી હતી. ત્યારે મુસાફરોએ ફટાફટ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ શરૂ કર્યો અને તેના કારણે નાસભાગ મચી ગઈ. આ નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોની ઓળખ શબીર અબ્દુલ રહેમાન (40), પરમેશ્વર સુખદર ગુપ્તા (28), રવિન્દ્ર હરિહર ચુમા (30), રામસેવક રવિન્દ્ર પ્રસાદ પ્રજાપતિ (29), સંજય તિલકરામ કાંગે (27), દિવ્યાંશુ યોગેન્દ્ર યાદવ (18), મોહમ્મદ શરીફ શેખ (25), ઇન્દરજીત સહાની (19) અને નૂર મોહમ્મદ શેખ (18) તરીકે થઈ છે.