કાશ્મીરમાં સતત બરફવર્ષા : શીતલહર છવાઈ
ઉત્તરી કાશ્મીરનાં કુપવાડા જિલ્લાનાં માછીલનાં સરહદી વિસ્તારમાં સતત બરફવર્ષા થઇ રહી છે અને લગભગ ત્રણ થી ચાર ઇંચ બરફ પડ્યો હોવાનું નોંધાયુ છે. હજુ સતત બરફવર્ષા ચાલુ છે અને તેને લીધે સમગ્ર વિસ્તારમાં વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. સતત બરફ વર્ષને લીધે શીતલહર છવાઈ છે અને લોકો માટે અનેક પડકારો સામે આવ્યા છે. વાહન વ્યવહાર અટકી ગયો હોવાથી સેના દ્વારા બરફ હટાવવાની કામગીરી જોરશોરથી શરુ કરવામાં આવી છે.