કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા 16.50નો વધારો
ડિસેમ્બર માસના પ્રારંભે જ મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ઓઈલ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 1લી ડિસેમ્બરે 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. . જોકે, ઘરેલુ ઉપયોગ માટેના 14.2 કિલોના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
હવે દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 1818.50 રૂપિયામાં મળશે, જે અત્યાર સુધી 1802 રૂપિયામાં મળતું હતું. જો કે અલગ અલગ રાજ્યોમાં ભાવ અલગ હોય છે.
આ સતત પાંચમા મહિને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આ સાથે એવિએશન ફ્યુઅલના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે એટીએફની કિંમત ₹13,181.12 પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.