રાજકોટ : રેલનગરમાં સિટી બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા અનેક વાહન અને રેંકડીચાલકને ઉડાડ્યા, 1નું મોત
શિયાળમાં ઠંડીના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે.ત્યારે રાજકોટમાં હાર્ટએટેકની ઘટના સામે આવી છે જેમાં શહેરના રેલનગર વિસ્તારમાં સિટી બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા અનેક વાહન અને રેકડીચાલકને ઉડાડ્યા હતા.
40નંબરની સિટી બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા બસ બેકાબૂ બન્યા બાદ ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટ્યા હતા. રેંકડીચાલકને ઉડાડ્યા બાદ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો વધુ તપાસ હાથ ધરી હતી.