બોટ દુર્ઘટના: મુખ્યમંત્રી પટેલે વડોદરા જઈ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી, રૂપિયા 4 લાખની સહાય જાહેર કરી
ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ઋષિકેશ પટેલ પણ સાથે રહ્યા, મુખ્યમંત્રીએ ઘટનાની માહિતી મેળવી
વડોદરાની અત્યંત કરૂણ બોટ દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વ્યથિત થયા હતા અને વડોદરા પહોંચી જઈને બનાવની માહિતી મેળવી હતી. તેમજ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. એમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ઋષિકેશ પટેલ પણ રહ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે બોટ દૂર્ઘટના પગલે દુ:ખ વ્યક્ત કરતા એક્સ પર લખ્યું હતું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.
મુખ્યમંત્રી મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય અને ઘયલોના પરિવારોને રૂપિયા 50 હજારની જાહેરાત કરી હતી.
હકીકત જાણી જવાબદારો સામે પગલાં: શિક્ષણ મંત્રી ડીંડોર
શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે કહ્યું કે, આ ઘટના બની છે જે ખૂબ જ દુ:ખદ છે, જે દીપકો ગુમાવ્યા છે તે માતા-પિતાને ભગવાન દુ:ખ સહન કરવાની શક્તિ આપે. આવી ઘટના ન બનવી જોઈએ તેમજ માત-પિતા આવી બાબતોમાં શિક્ષકો અને આયોજકોના ભરોશે મુક્તા હોય છે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તેમણે કહ્યું કે, તળાવમાં સફર કરવાની હોય તો કમસેકમ લાઈફ જેકેટ વિદ્યાર્થીઓને પહેરાવવું જોઈએ, જેમાં કંઈ શરત ચૂક થઈ છે તેવું મને જાણવા મળ્યું છે. આ બાબત ગંભીર છે ત્યારે અમે હકીકત લક્ષી રિપોર્ટ મેળવીશું ત્યારબાદ નીતિ નિયમો મુજબ કાર્યવાહી કરીશું.
મૃતકોના પરિવારજનોનું હૈયાફાટ રુદન : ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડાયા હતા ?
વડોદરાના હરણી લેક તળાવમાં મોટી દૂર્ઘટના બની. સ્કૂલનાં વિદ્યાર્થીઓ અને ટીચર પ્રવાસે નિકળ્યાં હતાં. એક બોટમાં 31 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં જેમાં માત્ર 11 લોકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યાં હતાં. માહિતી અનુસાર બોટમાં લોકોની ક્ષમતા 14ની હતી પણ નિયમોનું ઊલંઘન કરતાં બોટમાં 23 બાળકો, 4 શિક્ષક અને 4 સ્કૂલ સ્ટાફને બેસાડવામાં આવ્યાં હતાં તેવી ફરિયાદ વાલીઓએ કરી હતી. મૃતકોના વાલીઓ અને પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.
વડોદરાની આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર તેમજ સ્કૂલ પર પણ વાલીઓ દ્વારા આરોપ મૂકવામાં આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓના પ્રવાસને લઈને શાળા સામે ઉભા સવાલો થયા છે. છે કે,