આ સિટીમાં મળી રહશે સૌથી સસ્તા ઘર, વાંચો
- મુંબઈ સૌથી મોંઘુ સાબિત થયું છે જ્યાં એફોર્ડેબિલિટી રેશિયો 51 ટકા છે
- અમદાવાદમાં સરેરાશ એક પરિવારે હાઉસિંગ લોન માટે EMI ચૂકવવા માટે તેની ઘરની આવકના 21% ખર્ચ કરવો પડે છે
ગુજરાતનું મેગા સિટી અમદાવાદ સમગ્ર દેશમાં એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે. એટલે કે સમગ્ર દેશમાં અમદાવાદ રહેવા માટે સૌથી સસ્તુ શહેર છે. જ્યારે મુંબઇ અને હૈદરાબાદ સૌથી મોંઘા શહેર છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ, નાઇટ ફ્રાંક ઇન્ડિયાના 2023ના એફોર્ડેબિલિટી ઇન્ડેક્સ અનુસાર દેશના ટોચના શહેરોમાં અમદાવાદ શહેરમાં સૌથી સસ્તું ઘર ખરીદી શકાય છે.
21 ટકા એફોર્ડેબિલિટી રેશિયો સાથે સમગ્ર દેશમાં અમદાવાદ મોસ્ટ એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટ છે. એટલે કે અમદાવાદ શહેરમાં ઘર ધરવાતી વ્યક્તિને પોતાની આવકમાંથી 21 ટકા રકમ હાઉસિંગ લોનની ઇએમઆઇ માટે ખર્ચ કરવી પડે છે. અમદાવાદ બાદ કોલકતા અને પૂણે 24 ટકા સાથે બીજા અને ત્રીજા ક્રમે છે.
નાઇટ ફ્રાંકના રિપોર્ટ અનુસાર મુંબઇ 51 ટકા સાથે સૌથી ઘર ખરીદવા માટે સૌથી મોંઘા શહેરોમાં ટોચ પર આવે છે. ત્યારબાદ હૈદરાબાદ સૌથી મોંઘુ શહેર છે. હૈદરાબાદમાં ઘર લઇને રહેવા માટે પોતાની આવકમાંથી 30 ટકા હિસ્સો ઇએમઆઇ પાછળ ખર્ચ કરવો પડે છે. જ્યારે 27 ટકા સાથે એનસીઆર, 26 ટકા સાથે બેંગાલુરુ, 25 ટકા સાથે ચેન્નાઇ આવે છે
. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના એફોર્ડેબિલિટી ઈન્ડેક્સના જણાવ્યા અનુસાર 2022માં એફોર્ડેબિલિટીમાં ટૂંકા ઘટાડા પછી 2023માં EMI (ઈક્વેટેડ મંથલી ઈન્સ્ટોલમેન્ટ) અને પરિવારો માટે આવકનો રેશિયો સુધર્યો છે. ગયા વર્ષની સરખામણીમાં નજીવો સુધારો હોવા છતાં 2019ના કોરોના રોગચાળાના વર્ષથી સમગ્ર શહેરોમાં ઘરની એફોર્ડેબિલિટીની ક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના એફોર્ડેબિલિટી ઈન્ડેક્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદ 21%ના એફોર્ડેબિલિટી રેશિયો સાથે દેશનું સૌથી વધુ સસ્તું હાઉસિંગ માર્કેટ છે જે સૂચવે છે કે અમદાવાદમાં સરેરાશ એક પરિવારે હાઉસિંગ લોન માટે EMI ચૂકવવા માટે તેની ઘરની આવકના 21% ખર્ચ કરવો પડે છે. અમદાવાદ પછી કોલકાતા અને પૂણે આવે છે જ્યાં એફોર્ડેબિલિટી રેશિયો 24-24 ટકા છે. જ્યારે મુંબઈ સૌથી મોંઘુ સાબિત થયું છે જ્યાં એફોર્ડેબિલિટી રેશિયો 51 ટકા છે. બીજા ક્રમે હૈદરાબાદ છે જ્યાં એફોર્ડેબિલિટી રેશિયો 30 ટકા છે.
નાઈટ ફ્રેન્ક એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ એ આવકનું પ્રમાણ દર્શાવે છે કે જે કોઈ ચોક્કસ શહેરમાં હાઉસિંગ યુનિટના EMI માટે ફંડની કેટલી જરૂર હોય છે. તેણે 80% લોન વેલ્યુ સાથે 20 વર્ષની લોનની મુદતનું અનુમાન લગાવ્યું છે. તેમાં ઉમેર્યું હતું કે ફુગાવામાં અપેક્ષિત મોડરેશન અને વ્યાજ દરોમાં અનુમાનિત નીચા વલણને કારણે 2024માં ઘરની એફોર્ડેબિલિટીમાં સુધારો થશે.
