ભાજપની બીજી યાદી જાહેર, જુઓ ગુજરાતમાં આ સાત ઉમેદવારોને અપાઈ ટિકિટ
ભાજપે આજે લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) માટે ગુજરાતની સાત બેઠકો સહિત 72 ઉમેદવારોના નામ પણ જાહેરાત કરી દીધી છે. ભાજપે આજે સાબરકાંઠા, અમદાવાદ પૂર્વ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરત અને વલસાડ બેઠક પરના ઉમેવારોના નામ જાહેર કર્યા છે. આ અગાઉ ભાજપે બીજી માર્ચે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં 10 ઉમેદવારોને રિપિટ કર્યા હતા.
અત્યાર સુધીમાં ભાજપે ગુજરાતના 22 ઉમેદવાર જાહેર કર્યા
| ક્રમ | બેઠક | ભાજપના ઉમેદવાર | કોંગ્રેસના ઉમેદવાર |
| 01 | કચ્છ | વિનોદ ચાવડા (રિપિટ) | નીતિશ લાલન |
| 02 | બનાસકાંઠા | રેખાબેન ચૌધરી | ગેનીબેન ઠાકોર |
| 03 | અમદાવાદ પશ્ચિમ | દિનેશ મકવાણા | ભરત મકવાણા |
| 04 | પોરબંદર | મનસુખ માંડવિયા | લલિત વસોયા |
| 05 | વલસાડ | ધવલ પટેલ | અનંત પટેલ |
| 06 | અમદાવાદ પૂર્વ | હસમુખ સોમાભાઈ પટેલ (રિપિટ) | રોહન ગુપ્તા |
| 07 | બારડોલી | પ્રભુભાઈ વસાવા (રિપિટ) | સિદ્ધાર્થ ચૌધરી |
| 08 | પાટણ | ભરતસિંહ ડાભી (રિપિટ) | |
| 09 | ગાંધીનગર | અમિત શાહ (રિપિટ) | |
| 10 | રાજકોટ | પરશોત્તમ રુપાલા | |
| 11 | જામનગર | પૂનમ માડમ (રિપિટ) | |
| 12 | આણંદ | મિતેશ પટેલ (રિપિટ) | |
| 13 | ખેડા | દેવુસિંહ ચૌહાણ (રિપિટ) | |
| 14 | પંચમહાલ | રાજપાલસિંહ જાદવ | |
| 15 | દાહોદ | જશવંતસિંહ ભાભોર (રિપિટ) | |
| 16 | ભરૂચ | મનસુખ વસાવા (રિપિટ) | |
| 17 | નવસારી | સી.આર. પાટીલ (રિપિટ) | |
| 18 | સાબરકાંઠા | ભીખાજી દુધાજી ઠાકોર | |
| 19 | ભાવનગર | નિમુબેન બાંભણિયા | |
| 20 | વડોદરા | રંજનબેન ધનંજય ભટ્ટ (રિપિટ) | |
| 21 | છોટા ઉદેપુર | જશુભાઈ ભીખુભાઈ રાઠવા | |
| 22 | સુરત | મુકેશભાઈ ચંદ્રકાંત દલાલ | |
| 23 | અમરેલી | ||
| 24 | મહેસાણા | ||
| 25 | જૂનાગઢ | ||
| 26 | સુરેન્દ્રનગર |
