એટલાન્ટિક મેગેઝિને આખે આખી ચેટના સ્ક્રીન શોટ જાહેર કરી દેતા ખળભળાટ
વોર પ્લાન લીક મામલે અમેરિકામાં રાજકીય ભૂકંપ
અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી સુરક્ષા ચૂક
15મી માર્ચે યમનમાં હુથી ઠેકાણાઓ પર હુમલાનું આયોજન ચર્ચવા માટે વ્હાઈટ હાઉસ દ્વારા સિગ્નલ એપ પર બનાવવામાં આવેલા ચેટ ગ્રુપમાં અમેરિકી મેગેઝિન એટલાન્ટિકના એડિટર ઇન ચીફ જેફરી ગોલ્ડબર્ગ ને ભૂલથી ઉમેરી દેવાની ઘટનાએ અમેરિકામાં રાજકીય તોફાન સર્જ્યું છે. ડેમોક્રેટ્સ દ્વારા આ ગંભીર ભૂલ કરનાર રક્ષા મંત્રી પીટ હેગ્સેથના રાજીનામાની માંગણી કરવામાં આવી છે.બીજી તરફ એટલાન્ટિક મેગેઝિને એ આખી ચેટના સ્ક્રીનશોટ જાહેર કરી દેતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
વ્હાઈટ હાઉસ દ્વારા બનાવવાના આવેલા “Houthi PC Small Group” માં 18 સભ્યો હતા, જેમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર માઇક વોલ્ટ્ઝ, વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ, રક્ષા મંત્રી પીટ હેગ્સેથ, વિદેશ મંત્રી માર્કો રુબિયો, સીઆઈએ ડિરેક્ટર જોન રેટક્લિફ, ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબ્બાર્ડ, અને અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થતો હતો.
ભૂલથી રક્ષા મંત્રીપીટ હેગ્સેથએ એ ગ્રુપમાં જેફરી ગોલ્ડબર્ગને ઉમેરી દીધા હતા.
હુમલાનું એ ઓપરેશન પાર પડી ગયા બાદ જેફરી ગોલ્ડબર્ગે એ ઘટના જાહેર કરતાં ટ્રમ્પ તંત્ર સ્તબ્ધ બની ગયું હતું.એક સુરક્ષા નિષ્ણાતના જણાવ્યા અનુસાર સુરક્ષા અને કોઈ દેશ પરના હુમલાના સંદર્ભમાં અમેરિકી ઇતિહાસની આ મોટામાં મોટી ચૂક હતી.હુમલાના બે કલાક પહેલા એ ચેટમાં પ્લાન જાહેર કરી દેવાયો હતો.જો એ લીક થઈ ગયો હોત તો અમેરિકી લડાકુ વિમાનો તથા એર ફોર્સના જવાનો જીવલેણ જોખમમાં મુકાઈ ગયા હોત.
બીજી તરફ જેફરી ગોલ્ડબર્ગે એ લીક જાહેર કર્યા બાદ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર માઈક વોલ્ટઝએ ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું પણ રક્ષા મંત્રી, નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગાબાર્ડ, સીઆઈએ ડાયરેક્ટર જોહન રેટક્લિફ અને ટ્રમ્પે ચેટ દરમિયાન હુમલાનો કોઈ પ્લાન ચર્ચામાં ન આવ્યો હોવાનો અને જેફરી ગોલ્ડબર્ગ જૂઠાણા ફેલાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેના જવાબ રૂપે એટલાન્ટિક મેગેઝીનમાં આખી ચેટ જાહેર કરી દેવામાં આવી હતી.
તેમાં મંત્રીઓ વાઈસ પ્રેસિડેન્ટ તથા અન્ય અધિકારીઓએ દર્શાવેલા મંતવ્યો, હુમલા નો પ્લાન વગેરે ચર્ચવામાં આવ્યા હતા. વાઈસ પ્રેસિડેન્ટ એ હુમલો એક મહિના બાદ કરવાનું સૂચવ્યું હતું પરંતુ અંતે 15મી માર્ચે જ ત્રાટકવાનો નિર્ણય લેવાયો હતો. ટૂંકમાં
એ ગ્રુપ બનાવવાથી માંડી અને યમન પર હુમલો પૂર્ણ થયા સુધીના ઘટનાક્રમનો એ ચેટમાં સમાવેશ થયો હતો.
ચેટના મહત્વના અંશો
સિગ્નલ ચેટ ગ્રુપ: “હુથી પીસી સ્મોલ ગ્રુપ”
(સમય: 15 માર્ચ, 2025 – હુમલાનો દિવસ)
(સભ્યો: પીટ હેગ્સેથ, જેડી વેન્સ, માઈક વોલ્ટ્ઝ, જોન રેટક્લિફ, અન્ય)
પીટ હેગ્સેથ (સંરક્ષણ સચિવ):
(11:44 AM ET )
“ટીમ અપડેટ: હવામાન અનુકૂળ છે. હમણાં જ સેન્ટકોમ સાથે પુષ્ટિ કરી, અમે મિશન લોન્ચ માટે તૈયાર છીએ:
13:36: F-18 લોન્ચ (પ્રથમ હુમલો પેકેજ)
14:10: વધુ F-18 લોન્ચ (બીજું હુમલો પેકેજ)
14:15: હુમલો ડ્રોન લક્ષ્ય પર (આ તે સમય છે જ્યારે પ્રથમ બોમ્બ ચોક્કસપણે પડશે, અગાઉના ‘ટ્રિગર આધારિત’ લક્ષ્યો સિવાય)
15:36: F-18 બીજો હુમલો શરૂ – સાથે જ પ્રથમ સમુદ્ર આધારિત ટોમાહોક મિસાઈલો લોન્ચ
અમે હાલમાં ઓપરેશનલ સુરક્ષા (OPSEC) પર સ્વચ્છ છીએ.”
જેડી વેન્સ (ઉપરાષ્ટ્રપતિ):
(11:45 AM ET )
“હું વિજય માટે પ્રાર્થના કરીશ.”
માઈક વોલ્ટ્ઝ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર):
(2:00 PM ET )
“ઉપરાષ્ટ્રપતિ, ઈમારત ધરાશાયી થઈ ગઈ. બહુવિધ સકારાત્મક ઓળખ મળી. પીટ, કુરિલ્લા, ગુપ્તચર સમુદાય, અદ્ભુત કામ.”
(2:02 PM ET )
“પ્રથમ લક્ષ્ય – તેમનો ટોચનો મિસાઈલ વ્યક્તિ – અમે તેને તેની ગર્લફ્રેન્ડની ઈમારતમાં પ્રવેશતો હોવાની સકારાત્મક ઓળખ મેળવી હતી અને હવે તે ઈમારત ધરાશાયી થઈ ગઈ છે.”
₹જોન રેટક્લિફ (સીઆઈએ ડિરેક્ટર):
(2:23 PM ET )
“એક સારી શરૂઆત.”
માઈક વોલ્ટ્ઝ:
(2:24 PM ET )
[મૂક્કો, અમેરિકન ધ્વજ, અને આગના ઇમોજી
પીટ હેગ્સેથ:
(બપોર પછી – ચોક્કસ સમય સ્પષ્ટ નથી, પરંતુ હુમલા પછી)
“સેન્ટકોમ ચોક્કસ હતું/છે. હુમલા ચાલુ રહેશે.”








