અનંત રાધિકા લગ્ન બંધનમાં બંધાયા : સફેદ લહેંગા અને લાલ દુપટ્ટામાં ગુજરાતી દુલ્હન બની રાધિકા મર્ચન્ટ, જુઓ લગ્નની તસ્વીરો
- મુંબઈમાં અંબાણી પરિવારે યોજેલા દેશના સૌથી મોંઘા લગ્નમાં દેશ-વિદેશના મહાનુભાવો મહાલ્યા
- બોલિવૂડ, હોલીવુડ સ્ટાર્સ, રાજકારણીઓ અને બિઝનેસમેન સહિતના મહેમાનોની હાજરીમાં યોજાયો ભવ્ય સમારોહ
સંગીત સાથે ભોજન પીરસાયુ
આજે આશીર્વાદ સમારોહ અને કાલે રીસેપ્શન
ઘણા લાંબા સમયથી જેની ચર્ચા છે તે મુકેશ અંબાણીના પુત્ર અનંત અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકાના લગ્ન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ‘ભારતીય થીમ’થી સજાવેલા મંડપમાં સંપન્ન થયા હતા. આ લગ્નને ખાસ બનાવવા માટે દેશ-વિદેશના અનેક પ્રતિષ્ઠિત લોકો જેમાં બોલિવૂડ, હોલીવુડ સ્ટાર્સ, ઘણા રાજનેતાઓ અને પ્રખ્યાત બિઝનેસમેન સામેલ છે તેમણે હાજરી આપી હતી અને નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. શનિવારે લગ્નવિધિ સંપન્ન થયા પછી હવે આજે શનિવારે 13મી જુલાઈએ આશીર્વાદ સમારોહ થશે અને રવિવારે 14મી જુલાઈએ મંગલ ઉત્સવ એટલે કે લગ્નનું રિસેપ્શન યોજાશે.
અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચન્ટનો બ્રાઈડલ લુક સામે આવ્યો છે. અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂએ તેના ખાસ દિવસ માટે ગુજરાતી બ્રાઈડલ લુક પસંદ કર્યો છે. રાધિકા મર્ચન્ટે તેના લગ્નમાં ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો. રાધિકા મર્ચન્ટે અબુ સંદીપના ‘પાનેતર’ કલેક્શનમાંથી લહેંગા પહેર્યો હતો. અંબાણી પરિવારની નાની વહુ ગુજરાતી પરંપરા મુજબ દુલ્હન બની, સફેદ લહેંગા સાથે લાલ દુપટ્ટો પહેર્યો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ લગ્નને ખાસ અને યાદગાર બનાવવા માટે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ કોઈ કસર છોડી નથી. બપોરે એન્ટીલિયામાંથી જાન રવાના થઇ હતી અને તેમાં મોટા ભાગના વીવીઆઈપી જોડાયા હતા. અનંત અંબાણી કરોડોની કિમતની રોલ્સ રોયસ કારમાં હતા. આ કાર પણ લાલ અને સફેદ રંગના ફૂલોથી સજાવાઈ હતી.
અનંત રાધિકાના લગ્ન માટે ડ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવ્યો હતો ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે, આજે ભારતીય પોશાકનો ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો હતો. મહેમાનોના ડ્રેસ કોડ, ડેકોરેશન માટે કંડારવામાં આવેલા ફૂલ-પાન હોય, સંગીત હોય કે પછી અનેક પ્રકારના પકવાન, બધું જ સંપૂર્ણ રીતે ભારતીય હતું.
આજે એક તરફ અનંત અને રાધિકાની લગ્ન વિધિ ચાલી રહી હતી તો બીજી તરફ દેશ-વિદેશના મહેમાનોએ જુદી જુદી વાનગીઓનો આસ્વાદ માણ્યો હતો. અંબાણી પરિવારે ભારતીય ભોજન અને કોન્ટીનેન્ટલ મહેમાનોને 2500થી વધુ વાનગીઓનો સ્વાદ ચખાડવા જઈ રહ્યા છે. સ્વાદની સાથે સંગીતની જુગલબંધી પણ હતી કાશીના સ્થાનિક કલાકાર અને સંગીતકારોએ મહેમાનોના કાનમાં સંગીતનો રસ ઘોળ્યો હતો.
મહેમાનોએ સિતાર, શરણાઇ, સરોદ, રાજસ્થાની લોક સંગીત, હિન્દુસ્તાની ભારતીય સંગીત અને ગઝલનો પણ આનંદ લીધો હતો. ટૂંકમાં ભજનથી લઇને બોલિવૂડના સંગીતની મહેફિલ જામી હતી. મહેમાનોને ખાસ બનારસથી બોલાવાયેલા રામચંદ્ર પાનવાલાએ બનાવેલા સોનાના વરખવાળા પાન ખવડાવવામાં આવ્યા હતા. આ પાનની કિમત ૧૨૦૦ રૂપિયા હતી અને તેમાં હાથે બનાવેલા મસાલા અને કાથો નાખવામાં આવ્યો હતો.લગ્ન સ્થળે નીતા અંબાણીનાં પિતા રવીન્દ્રભાઈ દલાલ અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીની તસ્વીરો પણ લગાવાઈ હતી અને ડેકોરેટ કરવામાં આવી હતી.
લગ્નમાં 3000 કરોડનો ખર્ચ કર્યો
ડેઈલી મેઈલની રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ અનંત અને રાધિકાના લગ્ન માટે અંદાજિત 350 મિલિયન ડોલર એટલે કે 3,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. અંબાણી પરિવાર દ્વારા જે લગ્ન કંકોત્રી બનાવવામાં આવી હતી તેનો એક જ કંકોત્રીનો ખર્ચ લગભગ સાત લાખ રૂપિયા બતાવામાં આવી રહ્યો છે. મુંબઈ ખાતે જે પ્રિ-વેડિંગ યોજવામાં આવ્યું તેનો ખર્ચ લગભગ 500 કરોડ રૂપિયા હોવાની માહિતી છે. જ્યારે જામનગર ખાતે જે પ્રિ-વેડિંગ સેરેમની યોજાઈ હતી જેનો ખર્ચ લગભગ 1,000 કરોડ થયો હતો. હવે જે ત્રણ દિવસ લગ્ન સમારોહ ચાલશે જેમાં લગભગ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.