૧૯ ઓગસ્ટે વલ્ડ ફોટોગ્રાફી ડે મહિલા ચાહે તો કોઇપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે
મેરે હાથોં મે…ચૂડિયાં નહીં કૅમેરા હૈમાનુનીઓ માટે ક્લિકનું પેશન બન્યું પ્રોફેશન
ફોટોગ્રાફી એ ખૂબ રસપ્રદ વિષય છે અને આજ દિન સુધી જેમણે પણ તેમાં ઝંપલાવ્યું છે તે વ્યક્તિ પોતાની કુશળતા અને દીર્ઘદ્રષ્ટિના કારણે તેમાંથી તરી ગયું છે. ફોટોગ્રાફીની દુનિયામાં અત્યાર સુધીમાં આપણે રઘુ રાય, ફેઝાન હુસેન, અતુલ કસબેકર અને જયોતિ ભટ્ટના નામ સાંભળ્યા છે. પુરુષોની યાદીમાં આજ સુધી એક જ મહિલા ફોટોગ્રાફર હોમાઇ વ્યારાવાલા હતા. ભારતના પ્રથમ મહિલા ફોટો જનૉલિસ્ટ હોમાઇ વ્યારાવાલાને કોણ નથી જાણતું, આજદિન સુધી ફોટોગ્રાફીમાં મોટાભાગે પુરુષો જ વધુ જોવા મળતા હતા, પરંતુ હવે એક નહીં અનેક મહિલાઓ ફોટોગ્રાફીમાં રસ ધરાવીને ફોટોગ્રાફીને પ્રોફેશન તરીકે સ્વીકારી રહી છે. ૧૯ ઓગસ્ટે જયારે વલ્ડ ફોટોગ્રાફી ડે છે ત્યારે મહિલા ફોટોગ્રાફર્સ પાસેથી જાણીએ કે તેમના માટે આ ફિલ્ડ કેટલું ચેલેન્જિંગ રહ્યું છે. છે. કોઇ શોખ માટે તો કોઇ પોતાના કામના ભાગરૂપે ફોટોગ્રાફી કરે છે, તો વળી કોઇના માટે તે પેશન છે. ફોટોગ્રાફીમાં અનેક પાસાંઓ પણ જોવા મળે છે. જેને આપણા આ મહિલા ફોટોગ્રાફરો પાસેથી જ જાણી શકીશું.

પ્રસંગ હોય, સગાઇ, જન્મદિવસ કે કોઈપણ પ્રસંગ હોય તેને યાદગાર બનાવવા માટે આપણે એ દરેક પ્રસંગન કમરામાં કેદ કરાવીએ છીએ, એક સમય હતો જ્યારે બ્લેક એન્ડ વાઇટ ફોટા હતા ત્યારબાદ ધીમે ધીમે કલર ફોટા અને વિડીયોગ્રાફી આવી ટેકનોલોજી સાથે કદમ મિલાવતા આ ફિલ્ડમાં એક સમયમાં માત્ર પુરુષો જ હતા જયારે હવે આ ફિલ્ડમાં હવે મહિલાઓએ પણ પ્રવેશ કરી મહત્વનું સ્થાન મેળવ્યું છે.

છેલ્લા ૯ વર્ષથી ફોટોગ્રાફી કરતી માનસી મોરઝરિયાએ જણાવ્યું લોકોનો ખુબ મારો રીસ્પોન્સ મળ્યો છે. માનસીને નાનપણથીજ ફોટોગ્રોફીનો શોખ હતો વુમન માટે ફોટોગ્રાફી ખૂબ જ ચેલેન્જિંગ છે હાલના પુરુષપ્રધાન સમાજ તેને સ્વીકારે છે અને મદદરૂપ બને છે તે ખૂબ જ સારી બાબત છે. મેમરી વર્ક ઉપર માનસીને ખુબ પ્રેમ છે તેથી તેણે પોતાના બ્રાંડનું નામ પણ કેપ્ચર મેમરી નામ રાખ્યું છે. પહેલા ફોટોગ્રાફર ભાઈઓ હતા હવે કોઈ પ્રસંગમાં ફીમેલ ફોટોગ્રાફર જોઈ લોકો મોટીવેશન કરે છે અને ૧૦૦૦ લોકો વચ્ચે પણ એક મહિલા ફોટોગ્રાફર તરીકે માનસી મોરઝરિયા ફોટોગ્રાફી કરે છે ત્યારે લોકો તરફથી સારો રિસ્પોન્સ મળે છે. ફિલ્ડમાં અપડાઉન તો ચાલે જ છે નવા લોકો મળે છે ઘણું બધું શીખવા મળે છે. મોટાભાગે આ પ્રોફેશન માં પોઝીટીવ એનર્જી મળે છે. એક છોકરી થઇને ફોટોગ્રાફી કરે છે, એવા આશ્ચર્ય અને માનની નજરથી લોકો જુએ છે. સાથે જ ખૂબ જ સરસ કામ છે તેવી હિંમત પણ મળે છે.

હાથમાં કેમેરો હોય ત્યારે બીજુ બધું ભૂલી જવું પડે હું પાંચ વર્ષથી પ્રોફેશનલ ફોટોગ્રાફીના ફિલ્ડમાં છું. ફોટોગ્રાફીનો શોખ પહેલાંથી જ હતો પરંતુ ફેમિલી સાથે તેને બેલેન્સ કરવું ખૂબ જ અધરું છે તે પણ સ્વીકારવું ખોટું નથી. મારા હાથમાં કેમેરો હોય ત્યારે મારે બીજું બધું ભૂલી જવું પડે છે. છેલ્લા પાંચ વર્ષથી ફોટોગ્રાફી કરતી માનસી સોઢાવોઈસ ઓફ ડે સાથે વાતચીતમાં જણાવે છે કે ફોટોગ્રાફી મહિલાઓ માટે ખૂબ જ ઇઝી છે એવું મને લાગે છે. કોઇપણ ફેમિલી સાથે વાતચીત કરી તેમના ઇમોશન્સને કેમેરામાં કેદ કરવા મહિલા ફોટોગ્રાફર માટે ઇઝી થઇ જાય છે કારણકે મહિલા આવી બાબતેને ઝડપથી અનુભવી શકે છે. મને આવી ટ્રીટલાઇફ ફોટોગ્રાફીમાં વધારે રસ છે. જે પ્રોફેશનલ ફિલ્ડમાં ખૂબ જ ઉપયોગી બની રહે છે. માનસીને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી અને હ્યુમન અને સ્ટ્રીટ ફોટોગ્રાફી અને ટ્રાવેલિંગ ફોટોગ્રાફીમાં માનસીએ પારંગતતા મેળવી છે. મહિલા ફોટોગ્રાફર તરીકે બહુ ઓછા લોકો સ્વીકારે છે પણ ધીમે ધીમે લોકો સ્વીકારી લેશે.
બેબી ફોટોગ્રાફી, ન્યુ બોર્ન બેબી ફોટોગ્રાફી તેમજ મેટરનીટી ફોટોગાફી કરતા સિધ્ધિ જૈન છેલ્લા ૬ વર્ષથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, પરીવાર અને ભાઈની પ્રેરણાથી સિદ્ધી આ ફિલ્ડમાં સફળ બન્યા છે.તેમણે જણાવ્યું કે જયારે બાળકને ફોટો પાડવા માટે સ્ટુડીયોમાં લઈ જવામાં આવે તો નવુ વાતાવરણ જોઈએ રડવા લાગે છે અને પછી ફોટોગ્રાફર સારા આવતા નથી. બાળકો પ્રિય હોવાના કારણે તેમને સિદ્ધી જૈને આ કોન્સેપ્ટથી કામ કરવાનો આરંભ કર્યા ૩ મહિનાનું બાળક હોય તો તેમના ઘરે જ જાય છે અને મોય હોય તો તેમને આઉટડોરમાં ફોટોગ્રાફ માટે લઇ જાય છે. સમગ્ર ગુજરાતમાં તેમણે બાળકોના ફોટોગ્રાફસ લીડ કર્યા છે.
ફોટોગ્રાડીના ફિલ્ડમાં અનેક મહિલાઓ સંકળાયેલ છે. મહેનત અને લગનથી આ ક્ષેત્રમાં પણ તેઓએ સ્થાન બનાવ્યું છે. રાજકોટમાં ફોટોગ્રાફી કલબ એક રાજકોટમાં અનેક મહિલા ફોટોગ્રાફર તરીકે કાર્યરત છે. દરેકનો એક જ સુર હતો કે મહિલા ચાહે તો કોઇપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે.