પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝાટકો…વાંચો શું થયું
ભાજપના ધારાસભ્ય મુકુટ મણી અધિકારી ટીએમસીમાં જોડાયા
પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી પ્રકરણને કારણે જોમમાં આવી ગયેલા ભાજપને લોકસભાની ચૂંટણી પૂર્વે ઝાટકો લાગ્યો હતો. 2021 માં નાદિયા જિલ્લાની રંગઘાટ દક્ષિણની બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય મુકુટ મણી અધિકારી શુક્રવારે ટીએમસી માં જોડાઈ ગયા હતા. નોંધનીય છે કે નાદિયા જિલ્લામાં મતુઆ સમુદાયનું વર્ચસ્વ છે અને એ સમુદાયને રિઝવવા માટે ભાજપ લાંબા સમયથી પ્રયત્નશીલ છે.
મુકુટ મણિ અધિકારીએ લોકસભાની રંગઘાટની બેઠક પર જગન્નાથ સરકારને ટિકિટ આપવાના ભાજપના નિર્ણયના વિરોધમાં રાજીનામું આપ્યું હતું. બાદમાં તેઓ ટીએમસી ના નેતા અભિષેક બેનર્જીની કોલકત્તા ખાતે યોજાયેલી રેલીમાં સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આસનસોલ ની બેઠક ઉપર ઉમેદવાર તરીકે ભાજપે નામ જાહેર કરી દીધા બાદ ભોજપુરી ગાયક પવન સિંહ ચૂંટણી લડવાની અને ઈચ્છા દર્શાવી રેસમાંથી હટી ગયા હતા.