ઇરાનના રાષ્ટ્રપતિના મોતને પગલે દેશમાં આજે 1 દિવસનો રાજકીય શોક
વિદેશ મંત્રાલયની જાહેરાત : મોહમ્મદ મોખબર ઇરાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા; અલી બઘેરી નવા વિદેશ મંત્રી
હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી સહિત નવ લોકોના મોત થયા છે. ભારત સરકારે પણ મૃતકોના સન્માનમાં નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયે સોમવારે માહિતી આપી હતી કે 21 મેના રોજ એટલે આજે સમગ્ર ભારતમાં એક દિવસનો રાજ્ય શોક રહેશે. શોકના દિવસે દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી લહેરાશે.
મોહમ્મદ મોખ્બર ઈરાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા
હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇબ્રાહિમ રાયસીના મૃત્યુ બાદ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બરને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ મોખબરને વચગાળાનો હવાલો સોંપ્યો હતો. ખામેનીએ કહ્યું કે બંધારણની કલમ 131 મુજબ મોખ્બરને આ જવાબદારી આપવામાં આવી છે. મોહમ્મદ મોખ્બરે 50 દિવસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી કરવા માટે ન્યાયિક વડાઓ સાથે કામ કરવું પડશે.
અલી બઘેરી કાર્યકારી વિદેશ મંત્રી બન્યા
ઈરાનના ટોચના પરમાણુ વાટાઘાટકાર અલી બાગેરીને હેલિકોપ્ટર દુર્ઘટનામાં વિદેશ પ્રધાન હોસૈન અમીર-અબ્દોલ્લાહિયનના મૃત્યુ બાદ કાર્યકારી વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.