સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા આજથી પરીક્ષાની મોસમ
વિવિધ 40 વિદ્યાશાખાઓના 69234 વિદ્યાર્થીઓ 162 કેન્દ્રો ઉપર આપશે પરીક્ષા
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલંગ્ન વિવિધ કોલેજોમાં 40 જેટલી વિદ્યાશાખાઓના 69234 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આજથી સેમેસ્ટર-1ની પરીક્ષાઓ આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ સેમેસ્ટર -1ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે અંદાજે 162 પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષા માટે કુલ 103 ઓબ્ઝર્વરની નિમણુંક પણ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા કુલપતિની નિયુક્તિ સાથે જ 16 જાન્યુઆરી એટલે કે આજથી 40 જેટલી વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા 69234 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સેમેસ્ટર 1ની પરીક્ષા આપશે જેમાં સૌથી વધુ 21913 વિદ્યાર્થીઓ બીએમાં નોંધાયેલા છે. આ ઉપરાંત બીકોમમાં 19651, બીસીએમાં 8336, બીબીએમાં 6163, બીએસસીમાં 2344, એમકોમમાં 2003 સહિત બીજેએમસી, પીજીડીસીએ, એલએલબી, બીડીઝાઈન, એમએસસી સહિતની વિવિધ વિદ્યાશાખાના કુલ મળી 69234 પરીક્ષા આપશે. વધુમાં 162 પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજવામાં આવી છે અને કુલ 103 ઓબ્ઝર્વરની નિમણુંક પણ કરવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.