કેજરીવાલે કોના નામ આપ્યા ઇડીને ? જુઓ
કોણે કર્યો આવો દાવો ?
દીલ્હીનાં દારૂનીતિ કાંડમાં એક નવો ધડાકો થયો હતો અને અરવિંદ કેજરીવાલે ઇડીની પૂછપરછમાં આપના 2 મંત્રી આતીશી અને સૌરભ ભરદ્વાજના નામ આપ્યા હતા તેવો દાવો ઇડીએ કર્યો હતો. સોમવારે સુનાવણી દરમિયાન ઇડીએ આ માહિતી આપી હતી.
ઇડી તરફથી રજૂ થયેલા એએસજી એસ . વી . રાજુએ સ્પેશ્યલ જજની સામે એમ કહ્યું હતું કે કેજરીવાલે પૂછપરછમાં એવી કબૂલાત કરી હતી કે દારૂનીતિ કાંડ અંગે વિજય નાયર મને નહીં આતિષી અને ભરદ્વાજને રિપોર્ટ કરતો હતો. નાયર કેજરીવાલના ખાસ નિકટના સાથી રહ્યા છે.
પ્રથમવાર જ આ કેસમાં આતિષી અને સૌરભ ભરદ્વાજનું નામ બહાર આવ્યું છે. સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં ગયા બાદ આ બંને મંત્રી શક્તિશાળી થઈ ગયા હતા. મોટા ભાગના મંત્રાલય આ બંને મંત્રીઓના હાથમાં જ છે. ઇડીએ એવો આરોપ પણ મૂક્યો છે કે આપ અને દક્ષિણ લોબી વચ્ચે વિજય નાયર જ મધ્યસ્થી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે દારૂનીતિકાંડમાં સૌપ્રથમ વિજય નાયરની જ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ સીબીઆઇ દવારા પણ થઈ રહી છે અને હવે એક પછી એક નામ બહાર આવી રહ્યા છે. કેજરીવાલે પોતે જ 2 મંત્રીના નામ આપી દીધા છે ત્યારે આગળના સમયમાં વધુ એક્શન લેવાઈ શકે છે.