Exclusive આમાં રાજકોટને સુરક્ષિત કેમ કહેવું ?
પીપળીયા હોલ પાસે વૃધ્ધા ઉપર ટપોરીનો સરાજાહેર હુમલાનો પ્રયાસ
રાજકોટ તા 7
રાજકોટમાં સિનિયર સીટીઝન અને મહિલાઓની સુરક્ષાની વાતો કરતી પોલીસને ટપોરીઓ પડકાર ફેકી રહ્યા છે. રાજકોટના પીપળીયા હોલ પાસે રહેતાં રમાબેન અશોકભાઇ ચુડાસમા (ઉવ 62) નામના વૃધ્ધા ઉપર તેજ વિસ્તારના મથાંભારે રવિ નામના શખ્સે સરાજાહેર છરી વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો આ મામલે ભક્તિનાગર પોલીસ મથકમાં રમાબેને અરજી આપી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કેટરસનો વ્યવસાય કરતાં રમાબેનના સહેલી હંસાબેનનો પુત્ર સાહિલ જે રવિ સાથે ફરતો હોય જે બાબતે રમાબેને સહેલી હંસાબેનને સાહિલને રવિ સાથ બેસવા દેવાની ના પાડી હોવાની શંકા કરી રવિએ બે દિવસ પૂર્વે રમાબેન ઉપર છરી વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો.પોલીસનો ભય રાખ્યા વગર રવિએ સરા જાહેર હુમલો કરતાં પોલીસ તેની શોધખોળ શરૂ કરી છે. રવિ સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલ છે. એક તરફ પોલીસ સિનિયર સીટીઝન અને મહિલાઓની સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે ત્યારે આવી ઘટનાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. રવિ ભરવાડ આ વિસ્તારમાં અવાર નવાર આંતક મચાવી લોકોમાં ભયનો માહોલ ઊભો કરતો હોય જેને કાયદાનું ભાન કરાવવા આ વિસ્તારના લોકોએ ભક્તિનગર પોલીસને રજૂઆત કરી છે.