શાઓમીએ લોન્ચ કરી Xiaomi SU7 કાર, જુઓ
શાઓમી કંપનીએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. કંપનીની આ પહેલી EV એક સેડાન કાર છે. કંપનીએ તેની પ્રથમ ઇ-કારનું નામ SU7 રાખ્યું છે. અહીં SU નો અર્થ (સ્પીડ અલ્ટ્રા) Speed Ultra છે.
આ SU7 સેડાન કાર ‘સુપર ઇલેક્ટ્રિક મોટર’ ટેક્નોલોજી પર આધારિત છે. સુપર ઈલેક્ટ્રિક મોટર ટેક્નોલોજીથી સજ્જ Xiaomiની પ્રથમ ઈ-સેડાન કાર ટેસ્લા કાર અને પોર્શ ઈવી કરતાં વધુ ઝડપે દોડવા સક્ષમ છે.
ચીનના ઓટોમોબાઈલ ઉદ્યોગને વેગ આપવાનો પ્રયાસ કરી રહેલા Xiaomiના CEOની યોજના એવી પણ છે કે તે એક એવી ડ્રીમ કાર બનાવશે જે પોર્શે અને ટેસ્લાના વાહનોને ટક્કર આપશે.
Xiaomi SU7 બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. વેરિઅન્ટના આધારે ડ્રાઈવિંગ રેન્જ વિશે વાત કરીએ તો, પહેલું વેરિઅન્ટ સિંગલ ફુલ ચાર્જ પર 668 કિલોમીટર સુધીની રેન્જ આપવામાં સક્ષમ હશે. તેનું બીજું વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર 800 કિમીની રેન્જ આપવામાં સક્ષમ હશે. બીજી તરફ, ટેસ્લાનું Model S એક વખતના ચાર્જિંગમાં 650 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે.
ન્યૂઝ એજન્સી રોઈટર્સ પાસેથી મળેલી માહિતી અનુસાર, Xiaomiના CEOએ કહ્યું કે SU7 ઓછા તાપમાનમાં ફાસ્ટ-ચાર્જિંગની ક્ષમતા આપવામાં આવી છે અને તે એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ છે જે બરફ પડવા જેવી પડકારજનક સ્થિતિમાં સમસ્યાઓને ઓળખવામાં સક્ષમ છે.