આ વર્ષે ભારતીયોએ YouTube પર સૌથી વધુ ક્યા વીડિયો જોયા ?
થોડાક દિવસો પછી વર્ષ 2024ની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે વર્ષ 2023માં વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબ પર ભારતીયોએ સૌથી વધુ શું જોયું છે તેની માહિતી સામે આવી ગઈ છે. વર્ષ 2023માં ભારતીયોએ સૌથી વધુ Chandrayaan-3 Mission Soft-landing LIVE Telecast વીડિયો જોયો છે. આ વીડિયોને એક સમયે 8.6 મિલિયન યૂઝર્સે જોયો હતો. આ યૂટ્યૂબનો એકમાત્ર એવો લાઈવ સ્ટ્રીમ વીડિયો છે, જેને આટલી મોટી સંખ્યામાં લોકોએ એકસાથે જોયો હતો. હાલ આ વીડિયોમાં પર 79 મિલિયનથી વધુ વ્યૂઝ છે.
બીજા નંબર પર રાઉન્ડ ટૂ હેલ ચેનલનો ‘મેન ઓન મિશન’ વીડિયો, ત્રીજા પર UPSC – સ્ટેન્ડ અપ કોમેડી Ft. અનુભવ સિંહ બસ્સી, ચોથા પર ડેલી વ્લોગર્સ પેરોડી બાય CARRYMINATI, પાંચમા પર સસ્તા બિગ બોસ 2 | પેરોડી | આશિષ ચંચલાણીનો વીડિયો છે.
આ સિવાય ચેકમેટ બાય હર્ષ બેનીવાલ, ધ વાયરલ ફીવર ચેનલની વેબ સિરીઝ સંદીપ ભૈયાનો એપિસોડ 1 મુલ્યાંકન, ટેક્નો ગેમર્સની આઈ સ્ટોલ સુપરા ફ્રોમ માફિયા હાઉસ-GTA 5 Gameplay #151, બીબી કી વાઈન્સ ચેનલનો એંગ્રી માસ્ટરજી પાર્ટ 16 યૂટ્યૂબ પર ટ્રેન્ડમાં રહ્યો છે. સ્ટેન્ડઅપ કોમેડિયન અભિષેક ઉપમન્યુનો હેલ્થ એન્ઝાઈટી વીડિયોને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 19 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે